________________
૩૨
એમ એમના મોઢા પરથી દેખાય છે. “અર્જુનની સામે ઊભા રહેવાનું કાઈનું ગજું જ નહિ!” પોતાના પ્રિય શિષ્યની પ્રશસ્તિ ગાતાં એ થાકતા જ નથી.
પણ કઈ છેડાઈ પડે છે. અર્જુનનાં વખાણ એને બાણ સમાન લાગે છે.
“આ આચાર્યને એક બાજુએ રાખીને જે કરવું ઘટે તે કરો.” દુર્યોધનને એ સલાહ આપે છે. અર્જુનની ભાટાઈમાંથી એ ઊંચા જ નથી આવવાના. સેના જે એમની આ નબળાઈ જાણું જશે, તે નાહિંમત થઈ જશે. બાકી અર્જુને એવું તે કયું પરાક્રમ કરી નાખ્યું છે કે આચાર્યમાં આવડે મોટો અહોભાવ પ્રગટી ગયો છે! ઘોડા તે રોજ હણહણે છે અને વાયુ યે રેજ વાય છે ! વૃષ્ટિ અને વાદળાંને ગડગડાટ પણ મેં નવી નવાઇના નથી
किमत्र कार्य पार्थस्य
कथ वा स प्रशस्यते। “એમાં પાથે શી ધાડ મારી ? એની ભાટાઈ શા કાજે થઈ રહી છે?”
અને પછી તે એ “આચાર્યો ”ની આખી ન્યાત ઉપર ઊતરી પડે છે. આપત્તિની વેળાએ એ “પંડિતો ” કશા જ કામના નહિ! “પંડિતો” તો મહેલમાં અને બગીચાઓમાં નિરાતે ચર્ચાઓ ચાલતી હોય ત્યાં જ શોભે ! (વંહિતાસ્તત્ર શોમનાદ )
આ પછી કશું બડાઈખોરીમાં ઊતરી પડે છેઃ “તમે બધા આ અર્જુનથી ડરતા હો, તે એક બાજુ ખસી જાઓ! હું એકલો જ લડીશ. હું અર્જુનના કરતાં લેશ પણ ઊતરતો નથી. મારા માટે તો આજે એક અમૂલ્ય અવસર આવ્યો છે. મારાં બાણ વડે વીંધાયેલા અર્જુનને દુર્યોધનના હાથમાં સોંપીને દુર્યોધનના ઋણમાંથી મુકત થવાને !”
૧. નેપોલિયન વિષે કહેવાય છે કે એ દિગ્વિજય કરવા નીકળતા ત્યારે પંડિતોને હંમેશા સાથે જ રાખતે; અને શત્રુઓ અણધાર્યો હë કરે ત્યારે પોતાના લશ્કરને 24 241€ 21 241421: Form a square : savants and donkeys in the middle! ચોરસ યૂહ રચે: પંડિતો અને ગધેડાઓને વચમાં લઈ લો.” ( જેથી પંડિતને કશી ઈજા ન થાય, અને ગધેડાઓની પીઠ પર લાદેલી આવશ્યક સામગ્રી જળવાઈ રહે !)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com