________________
૩૧૭
બુદ્ધિએ એ ઉશનસ્ સમા છે, નીતિશાસ્ત્રજ્ઞાનમાં એ બૃહસ્પતિ સમા છે, જેમનામાં ચાર વેદ, બ્રહ્મચર્ય, દિવ્યા અને સમગ્ર ધનવેદ પ્રતિષ્ઠિત છે અને–
क्षमा धैर्य च सत्य च आनृशंस्यमथार्जवम् ।
एते चान्ये च बहवो यस्मिन् नित्यं द्विजे गुणाः ॥ દ્રોણ સન્મુખ થતાં અજુન એમની સાથે જે રીતે વર્તે છે તે પણ નોંધપાત્ર છે.
અજુન પિતાની સામે ધસત આવે છે તે જોતાં વેંત દ્રોણ પણ તેની સામે ધસ્યા. દ્રોણના રથના રાતા અો અને અર્જુનના સ્થન ત અવો પળભર તે જાણે એકમેકમાં સેળભેળ થઈ રહ્યા. જાણે કેમ ગુરુ-શિષ્ય એકમેકમાં પ્રેમનું આલિંગન ન આપતા હોય !
પછી અર્જુને આચાર્યશ્રીને નમસ્કાર કર્યા અને અત્યંત મૃદુતાપૂર્ણ અવાજે તેમને વિનવ્યાઃ “હે સમર-દુર્જય, મારા પર કાપ ન કરશો. વનવાસનાં વર્ષો અમે આવા કઈ મિલનની પ્રતીક્ષામાં જ કાઢયાં છે. પણ આપના પર હું પહેલે હાથ નહિ ઉપાડું. આપ પહેલ કરશો તે પછી જ હું પ્રત્યુત્તર આપીશ.”
પછી દ્રોણે પહેલ કરી અને યુદ્ધ શરૂ થયું. યુવાન અર્જુન અને વૃદ્ધ દ્રોણ બને દિવ્યાસ્ત્ર-વિશારદ અને ક્ષાત્રત્વસંપન્ન ! કઈ કઈથી ગાંજ્યા ન જાય; કોઈ કાઈને મચક ન આપે, સેના આખી વિસ્મિત નયને જોઈ રહી. પણ કાળ અર્જુનના પક્ષમાં હતો. જે વેગથી તે બાણુવર્ષા કરી રહ્યો હતું, તેને પહોંચી વળવું એ આયુષની એક સદીને વટાવી ગયેલા આચાર્ય માટે શકય નહતું. પિતાની આ પ્રકૃતિ–પરવશતા જઈને પુત્ર અશ્વત્થામા તેમની વહારે ધાય; અને અર્જુન આચાર્યને મૂકીને–એમની ઈચ્છા હોય તો એ રણભૂમિ પરથી નિવૃત્ત થાય એ હેતુથી અશ્વત્થામા તરફ વળે.
અને અશ્વત્થામા ઘાસના અગ્નિની પેઠે ડીક વાર પરાક્રમ-વૈભવ દાખવીને ઓલવાઈ જવાની અણુ પર હતા, ત્યાં કર્ણ-એક વાર હારી ચૂકેલે કર્ણ તેની કુમકે દેડયો. અર્જુનને તે આટલું જ જાણે જોઈતું હતું, અશ્વત્થામાને મૂકીને તે કર્ણ સામે ધસ્યો. બાણુવર્ષા કરતાં પહેલાં તેણે શબ્દવર્ષા કરી :
“તે દિવસે સભામાં તે ખૂબ બડાઈ મારેલીઃ જગતમાં મારી બરાબરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com