________________
૩૦૯
દેડયો, અને હવામાં ફરફરતો તેને રોટલો અને તેનાં કપડાં જઈને કૌરવોની સેનામાં હસાહસ થવા માંડી.
પણ ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા આદિ સૌ વિચારમાં પડી ગયા. “વેષ ભલે નપુંસકને હોય, લાગે છે અર્જુન ! જુ, જુવો, અર્જુનનું જ આ માથું ! અર્જુનની જ આ ડેક! અને ઘૂંટણ સુધી પહોંચતા અજુનના જ આ બાહુઓ !”
દરમ્યાન અર્જુને ઉત્તરને પકડી પાડયો હતે.
“શા માટે મને નિશ્ચિત મત ભણું ઢસડી જાય છે, બ્રહનલા? –ગોવન મદ્રાણિ પરત ! મને જવા દે. હું તને સો સોનામહોર આપીશ, તું માગીશ તેટલાં મોતી અને હીરા આપીશ. પણ જવા દે મને, જવા દે !”
ઉત્તર આવું ગાંડું ગાંડું બેત્યે જતો હતો. અને અર્જુન તેને રથ ભણું ઘસડતો જતો હતો, અને આખરે “તારાથી ન લડાય તો કે નહિ, તે સારથીપણું કરજે; લડીશ હું!” એમ કહીને અર્જુને એને રથ પર ચઢાવી દીધા અને રથને તેણે પેલા શમીવૃક્ષ પાસે લીધો.
દ્રોણને તે હવે ખાતરી જ થઈ ગઈ હતી કે નપુંસકના વેષમાં આ અર્જુન જ છે. “એ એકલો જ આપણને સૌને પુરો પડશે!” એ સૌને કહેવા લાગ્યાઃ “લડવું નકામું છે!” કર્ણને આચાર્યની આ અર્જુન-સ્તુતિ ન ગમી.
દ્રોણ તે હંમેશા આવી જ વાત કરે છે,” તેણે તોછડાઈથી કહ્યું. “પણ અર્જુન મારી પાસે હિસાબમાં નથી. મારાથી સેાળમા ભાગનું યે શૌર્ય એનામાં નથી. અબઘડી હું બતાવી દઉં છું, કેણ કેટલામાં છે તે!”
જ્યારે દુર્યોધને બીજી રીતે આશ્વાસન લેવા માંડયું.
“એ અર્જુન હોય તે વળી વધુ સારું!” તેણે કહ્યું. કારણ કે અજ્ઞાતવાસ દરમ્યાન જ પાંડ છતા થઈ જશે તો તેમને બાર વરસ બીજા વનમાં જવું પડશે. અને એ અર્જુન નહિ હોય, અને બીજે કાઈ હશે તો આપણે એને રમતમાં જ હરાવી દઈશું. આપણને તે બેય હાથમાં લાડ છે”
કથા કહે છે કે દુર્યોધનનાં આ વચને સાંભળતાં વેંત ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા તેના “પારુષની પ્રશંસા કરવા લાગ્યા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com