________________
૩ ૦૭
“મારે ભાઈ ઉત્તર હસ્તિનાપુરના મહારથીઓ સામે યુદ્ધે ચઢવા ઈચછે છે, તેને તુ સારથી બન. ના ન પાડજે. સેરબ્રીએ મને કહ્યું છે કે એક વખતે ખુદ અર્જુનનું સારશ્ય પણ તે કરેલ છે.”
અર્જુન હસી પડે છે.
“ગજબના છો – તું અને તારી સેરન્તી, બન્ને! ગીતની કે નૃત્યની કે વીણા કે વેણુ કે મૃદંગ જેવું કાઈ સાજ બજાવવાની વાત હોય તે જાણે સમજ્યા, પણ યુદ્ધમાં સારથીપણું કરતાં મને કયાંથી આવડે ?”
થોડાક વિનોદપ્રમોદ પછી અર્જુન તૈયાર થાય છે. થોડુંક નાટક પણ તે કરે છે. કવચ પહેરતાં જાણે તેને આવડતું ન હોય તેમ, - કવચ પણ જાણે કાઈ વાઘ હેય તેમ, – એને ઉપર ઉછાળીને તે અદ્ધર ઝીલે છે–જે જોઈને આસપાસ ઊભેલી છોકરીઓ હસી પડે છે. ભોળો ઉત્તર પછી બહનલાને પિતાને હાથે જ કવચ પહેરાવે છે. પછી રથ સજજ થાય છે અને કિશોર રથી અને યુવાન સારથિ વિદાય થાય છે. વિદાય વેળાએ છોકરીઓ બહલાને કહે છે: “સંગ્રામમાં ભીષ્મદ્રોણુ આદિ કુઓને જીતીને તેમનાં બારીક અને સુંવાળા અને સુંદર વસ્ત્ર લેતા આવજે –અમારા માટે.”
છોકરીઓ તો કદાચ મશ્કરી જ કરે છે; પણ અર્જુનને જવાબ સમયોચિત છે.
“જરૂર લઈ આવીશ પણ તે એક શરતે, જો આ ઉત્તર શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે તો.”
૧૦૦. બેય હાથમાં લાડ!
અંતઃપુરમાં બેઠા બેઠા ફડાકા મારવા એ એક વાત છે, પણ મેદાને જંગ પર મરણિયા બનીને પિતાથી સવાયા શત્રુ સામે ઝૂઝવું એ એક જુદી જ વાત છે. વિરાટના નાના પુત્ર ભૂમિંજય અથવા ઉત્તર-કુમારને જીવનમાં પહેલી જ વાર આ કઠેર સત્યને સાક્ષાત્કાર થાય છે.
બૃહન્નલાએ એટલે કે અર્જુને ઘડાઓની રાસ હાથમાં લીધી કે ઘોડાઓ જાણે ઊયા! –આકાશમાં કેાઈ ઝડપી પીંછી ચિત્ર દોરતી ઊડે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com