________________
૩૦૬
રથના ઘોડાઓને એ દોરતો હતો. તે મારી સૂચના છે કે એને સારથિ બનાવીને તમે યુધે ચઢે. એ સારથિ હશે, તો જરૂર શત્રુઓને તમે સંહારી શકશે.”
ખરૂં હશે.” ઉત્તરે જવાબ આપ્યો, “પણ તમે કહો છો તે માણસ નપુંસક કેમ હોય ? અને નપુંસક હોય તો યુદ્ધમાં સારથિપણું શી રીતે કરી શકે ? ગમે તેમ પણ એની પાસે જઈને મારે સારથિ બન ! ” એમ મારાથી તો નહિ જ કહી શકાય...... મારી વાત એ ન માને તો !”
દ્રૌપદી જાણે આટલાની જ વાટ જોઇને બેઠી હોય તેમ બેલી ઊઠી : “તારું કદાચ એ ન માને. પણ આ તારી નાની અને રૂપાળી બહેન છે ને, એનું વેણ તો એ કદી જ નહિ ઉથાપે. એને મોકલ.” (એક આખું વરસ જે છોકરીને પોતાના પતિએ સંગીત-નૃત્ય-કળા શીખવી છે, તેના પ્રત્યે, સહેજ ઈર્ષાનો ભાવ દ્રૌપદીના આ વચનમાં નથી તગતગતે ?-ઊંડા પાણીવાળા હેજને તળિયે કેઈ નાની માછલી તગતગે તેમ?-).
સૈરબ્રીની સૂચનાથી ઉત્તર પોતાની બહેનને બહનલા પાસે જવાનું કહે છે; અને ઉત્તરા તે જાણે આવા કેાઈ સૂચનથી રાહ જ જોઈને બેઠી હોય એમ દોડે છે.
અજુન ભણી દેડતી આ ઉત્તરાના સૌન્દર્યનું વીગતવાર વર્ણન કવિ આ પ્રસંગે આપે છે એ પણ સૂચક લાગે છે. સાંભળો, શેડાંક વિશેષણોઃ તવી, સુમાંજી, બિયાગ્રતા, મહાપમા; હૃતિરતોપમ–સંહિતો, રાહત્તા, સુચના, વગેરે.
“મૃગાક્ષિ, આટલી વ્યગ્ર શાને છે?” અજુને તેને પૂછયું : “ તારું મુખ, હે સુન્દરિ, અપ્રસન્ન શા માટે છે ?”
(વિરાટની આ “વિશાલાક્ષી રાજપુત્રી ” માટે વ્યાસે અહીં “ સખી ' શબ્દ વાપર્યો છે તે પણ સૂચક છે. નપુંસક નૃત્યશિક્ષકની તે એક “સખી’ જ બની ગઈ હશે, આ એક વરસમાં ! )
એ “સખી” – વિરાટની એ રાજપુત્રી ઉત્તરા હવે અર્જુનને આટલી ઉતાવળથી પોતે શા માટે દોડી આવી છે તેનું કારણ કહે છે, તે પણ કેવી રીતે ? ઝળાં માવયન્તી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com