________________
૩ ૦૫.
પણ આવડા પ્રચંડ આક્રમણ સામે તેમનું શું ચાલે ! તેઓ દેડયા નગરમાં, વિરાટની પાસે ફરિયાદ કરવા. પણ વિરાટ તે સુશર્મા સામે સમય લશ્કર લઈને ઉપડી ગયા હતા. નગરમાં દુર્યોધનના દળને સામને કરી શકે એવું કઈ જ ન હતું.
પરિગ્રસ્ત ગોપાધ્યક્ષ” જેવો મહેલમાં દાખલ થયે તે તેની નજરે વિરાટને નાને પુત્ર (જે “ઉત્તર” અને “ભૂમિંજય” એવા નામથી ઓળખાતો હતો) ચઢ. ગોપાધ્યક્ષે બધી જ વાત એને કરી. “હવે તો તું જ નગરને અને સીમાડાને એકમાત્ર સંરક્ષક છે,” ગોપાધ્યક્ષે તેને કહ્યું. “તારા પિતા સભાઓ અને સમિતિઓમાં તારા પરાક્રમનાં વખાણ કરતા ધરાતા નથી. તે હવે એ વખાણને સાચાં પાડવાનો આ સમય છે. આટલા દિવસ તે તારી એક જાતની સંગીત-શકિતનું પ્રદર્શન કર્યું છે, હવે એક બીજી જાતની સંગીતશકિત દેખાડવાને અવસર આવ્યો છે.
शरवर्णा धनुर्वीणाम्
રાગુમણે પ્રવાય | ધનુષ રૂપી વીણું શત્રુઓ વચ્ચે વગાડી દેખાડ. હવે તું જ આપણું આ રાષ્ટ્રનું છેવટનું શરણ છે.”
ઉત્તર આ વખતે સ્ત્રીઓની વચ્ચે બેઠેલો હતો. ગોપાધ્યક્ષનાં વચનથી એને પિરસ ચઢ.
હું ગમે તેવા શત્રુની સામે ત્રાટકવા તૈયાર છું.” તેણે કહ્યું; “પણ એક મુશ્કેલી છેલડાઈમાં મારે રથ કુશળતાપૂર્વક હાંકે એવો કોઈ સારથિ
નથી.”
અજુને ઉત્તરની આ બાલિશ બડાઈ સાંભળી. તેણે દ્રૌપદીના કાનમાં કહ્યું :
ઉત્તરને કહે કે બૃહન્નલા એક વખત અર્જુનને સારથિ હતો. એને તારું સારથિપદ લેવાનું કહે.”
દ્રૌપદી ઉત્તર પાસે આવી અને આ વાત કરતાં જાણે શરમાતી હોય એવી રીતે તેને કહ્યું: “હું એક વખત પાંડની સેવામાં હતી એ તો તમે જાણે જ છે. તે વખતે આ ખૂહલા જે તમારે સંગીતને શિક્ષક છે તે અર્જુનને સારથિ હતો. અર્જુને ખાંડવવન બાળ્યું ત્યારે પણ એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com