________________
૩૦૩
કાળો કેર વર્તાવ્યો હશે! ગમે તેમ, પણ એને પકડી પોતાના રથમાં નાખી એક કેદી તરીકે પોતાની રાજધાનીમાં લઈ જવાની સુશર્માને ખૂબ જ ઈચ્છા હતી.
પિતાના નાના ભાઈને લઈને એ વિરાટના રથ તરફ દો. વૃદ્ધ છતાં વિર વિરાટ આ જુવાને ના ઓચિંતા હલ્લા સામે લડી રહ્યો હતો, ત્યાં તો તે લોકેએ તેના સારથિને તેમજ બન્ને બાજુના બે પાર્વરક્ષકને મારી નાખ્યા. સારથિ વગરના, નિરંકુશ રીતે આમતેમ ફરતા પોતાના અશ્વો અને રથને વિરાટ કાબૂમાં લઈ શકે તે પહેલાં તો અગાઉથી સંતલસ કર્યા પ્રમાણે સુશર્મા અને તેનો નાનો ભાઈ વિરાટ ઉપર ધસી આવ્યા. વિરાટને તેમણે બને બાજુએથી પકડી લીધે, અને પછી જેમ કાઈ કામુક કોઈ યુવતીને પકડી જાય, તેમ” (યુવતીમિવ મુઃ) તેને ઊંચકીને સુશર્માના રથમાં બેસી દીધો અને પછી નિરાંતે રથને મારી મૂકો, પિતાની રાજધાની તરફ.
રાજા વિરાટ શત્રુના હાથમાં પકડીને પરાજિત થયે છે એવા સમાચાર ચારેકોર ફેલાતાં એના સૈન્યમાં નાસભાગ શરૂ થઈ
આવે વખતે યુધિષ્ઠિરે ભીમને કહ્યું: “આપણે બાર મહિના વિરાટના રાજયમાં માતાના ઉદરમાં બાળક રહે એટલી શાંતિ અને સલામતીથી રહ્યા છીએ એ ઋણ ફેડવાને આ વખત છે. તું જ અને વિરાટને છોડાવી આવ. ”
ભીમ તો આટલાની જ જાણે વાટ જોઈ રહ્યો હતો. પાસે એક ઝાડ હતું તેની સામે એ લોલુપતાભરી નજરે જોઈ રહ્યા.
યુધિષ્ઠિર તેના મનની વાત બરાબર સમજી ગયા. ભીમને ચેતવતાં તેમણે કહ્યું :
“રખે તું એ ઝાડ ઊંચકીને સુશર્માની સામે દેડત! એવું કરીશ તો તું ભીમ જ છે એ વાત છતી થઈ જશે. કેઈ બીજું આયુધ લઈને દોડ. અને આ સહદેવ અને નકુલ પણ ભલે તારી સાથે આવે.”
ભીમ પિતાની પાસે વિરાટના ભાઈ શતાનીકે આપેલું ધનુષ્ય હતું તે લઈને દેડો. સુશર્માને અને એના સારથિને તેણે બાણુવર્ષાથી અકળાવી મૂકયા. પછી સુશર્માના રથની સાવ નજીક પહોંચી તેના સારથિ અને અંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com