________________
૩૦૧
દેશમાં (ત્રિગર્તામાં) જઈ, તે સીમાડેથી મત્સ્યદેશની ગાયનું હરણ કરવું. ત્રિગર્યો અને મો વચ્ચે હરહંમેશ દુશ્મનાવટ જ રહ્યાં કરતી, એટલે આમાં કંઈ નવાઈ જેવું દેઈને નહિ લાગે. ત્રિગર્તે ગાયોને હરી જાય છે એવા સમાચાર મળતાંવેંત વિરાટ પોતાના લાવલશ્કર સાથે તેના પર ત્રાટકશે. એટલે રાજધાનીમાં સ્ત્રીઓ અને વૃદ્ધો અને ન લડનારી વસતિ સિવાય બીજુ કાઈ જ નહિ રહે. આમ થાય કે તરત જ, બીજે જ દિવસે, દુર્યોધને પોતાના લશ્કર સાથે હસ્તિનાપુરની દિશામાંથી મત્સ્યદેશ પર તૂટી પડવું. “બે પાંખિયા ધસારા” જેવા શબ્દોથી આજે આપણે પરિચિત છીએ. જૂના વખતમાં આને સાણસાલૂહ કહેતા.
ત્રિગર્લોના રાજા સુશર્માની આ યોજના સંપૂર્ણ સફળ થાય એવી હતી. સામાન્ય સંયોગો હેત, તો વિરાટનાં ગોટલાંછેતરાં જ ઊડી જાત !
પણ યોજના વિચારનારે પાંડવોને વિચાર નહોતો કર્યો !–અથવા કહો કે એ જ વિચાર કર્યો હતો, કારણ કે યોજનાનું મૂળ તો પાંડવો જે વિરાટનગરમાં હોય, તે તેમને છતા કરવાનું હતું. આમ થાય તો વનવાસમાં જતી વખતે થયેલ કરાર પ્રમાણે બીજાં બાર વરસને વનવાસ તેમણે વેઠવો પડે.
આ યોજનાને કર્ણને ટેકે તરત જ મળી ગયો. શકુનિ, દુઃશાસન વગેરે તો દુર્યોધનના પડઘા જેવા હતા. ભીષ્મ-દ્રોણ વગેરે તરફથી પણ કઈ ગંભીર વિરોધ ન થયો. બે શબ્દ શિખામણના સંભળાવવા સિવાય તેઓ ભાગ્યે જ બીજું કશું કરતા ! બોલે ગમે તેમ, પણ કાર્યને વખત આવશે ત્યારે તે બધા અચૂક પિતાની પડખે ઊભા રહેવાના છે એવી દુર્યોધનની ખાતરી હતી.
અને એક રાતે સુશર્મા ત્રિગર્તાની સીમ ભણું છાનોમાને ઉપડી ગયે; અને તે પછી બીજે જ દિવસે, વિરાટ રાજાના ગેવાળાએ રાજમહેલમાં દોડતા આવીને ધા નાખી કે આપણી સીમાને ત્રિગર્લોએ ઘેરી છે અને સુશર્મા આપણી ગાયોને હરી જાય છે.
અને વિરાટના વૃદ્ધ લોહીમાં એકાએક આગ ઊઠી; અને તે જ ક્ષણે સીમા સાચવવા, ગાયોને પાછી આણવા અને જૂની દુશ્મનાવટનો હિસાબ ચૂકતે કરવા પોતાના સૈન્ય સાથે ત્રિગર્લોની સામે તે કૂચ કરી ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com