________________
૨૯૯
હકીકતમાં આ સમાચાર દુર્યોધનને જ્યારે મળ્યા હશે, ત્યારે અજ્ઞાતવાસની અવધિને પૂરા તેર દિવસ પણ બાકી નહીં હોય! કારણ કે ઓછામાં ઓછો એક દિવસ તે વિરાટ નગરથી હસ્તિનાપુર પહોંચતાં લાગે- વધારે દિવસો પણ નીકળી જાય! | દુર્યોધન ગુપ્તચરની આ બધી બાતમી સાંભળીને લાંબો વખત સૂનમૂન બેસી રહ્યો. પાંડવોની બાબતમાં ગુપ્તચરનું અનુમાન એવું હતું કે તેઓ એટલે કે ગુપ્તચરો તેમને કયાંય પકડી પાડી શકયા નથી એ જોતાં, પાંડવો હવે પૃથ્વીના પટ ઉપર જ નહિ હોય, મરી ગયા હશે. (પતે જેમને પકડવામાં સફળ નથી થતા, તે બધા જ મરી ગયા હોવા જોઈએ, એમ બધા જ ગુપ્તચર માનતા હોય છે!) પણ કણે દુઃશાસનને જાસૂસને ફરી શોધમાં મોકલવાની સલાહ આપી, અને સાથે સાથે દુર્યોધનને આશ્વાસન આપ્યું :
કાને ખબર છે, વનવાસ દરમ્યાન કેઈ હિંસક પશુએ ફાડી ખાધા હશે! અથવા સર્પદંશના ઝેરથી મરી ગયા હશે !” ટૂંકમાં, તેઓ મૃત્યુ પામ્યા હોય એ સર્વથા અસંભવિત નથી. “પણ એમાં તું આટલો બધે વ્યગ્ર શા માટે થાય છે? મનને સ્વસ્થ રાખીને વિચાર કર કે હવે શું કરવું !”
દ્રોણને જાસૂસોનું અનુમાન સાચું નહોતું લાગતું, પણ તે સ્પષ્ટ કહેવાને બદલે તેમણે ગોળ ગોળ વાતો કરી: આવા સજજને અને વીર પરષો પૃથ્વીના પટ ઉપરથી આવી રીતે નાબૂદ થઈ જાય એમ હું માનતો નથી. તેઓ જીવતા જ હેવા જોઈએ. માટે હવે શું કરવું તેને વિચાર કરો.” તેર મહિના પુરા થતાં તેઓ પ્રગટ થાય ત્યારે તેમનું રાજય તેમને પાછું સોંપી દે, એમ નથી કહેતા, આ આચાર્ય મહારાજ ! ઉલટું ફરીથી જાસૂસ મોકલીને જે થોડાક દિવસે હવે બાકી રહ્યા છે તે દરમ્યાન તેમને છતા કરવાની ભલામણ કરે છે !
હવે પિતામહ ભીષ્મને સાંભળોઃ એ પણ, પાંડવો જેવા ઈશ્વરપરાયણ અને ધર્મરત મહાત્માઓ એમ નાશ ન પામે એ બાબતમાં દ્રોણની સાથે સંમત છે. બીજી બાજ, પાંડ જ્યાં વસતા હશે, તે દેશ કે ભાગ્યશાળી અને સમૃદ્ધ હશે તેમ કહીને તેવા સંભવિત દેશનું વિસ્તારથી વર્ણન પણ કરે છે; પણ છેવટે, મગનું નામ મરી નથી પાડતા. “તને જે વાતમાં તારું હિત લાગતું હોય તે તું હવે જલદી કર !” આટલું કહીને બેસી રહે છે.
પણ કૃપાચાર્ય તે આડો આંક જ છે. એ કહે છેઃ “સામાન્ય શત્રુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com