________________
૨૯૮
“થયું શું, વાત તે કર, સેરશ્રી ? કેવી રીતે એ દુષ્ટોને નાશ થયો? કોણે કર્યો?”
સેરન્ધીનો જવાબ જેટલો રોષથી ભરેલો છે, એટલો જ કટાક્ષથી ભરેલો છે અને એટલે જ, પરિસ્થિતિને વિચાર કરતાં, સ્વાભાવિક છે.
“તારે શું કામ છે સૈરબ્રીનું, બૃહનલા, તને તે કન્યાપુરમાં હરહંમેશ મોજ જ છે ને ! સેરબ્રીના દુ:ખને તને અનુભવ નથી, એટલે તો તું એ દુખિયારીની આમ મશ્કરી કરે છે!” અજુનના (બહનલાના) પ્રત્યુત્તરમાં ભારેભાર દર્દ છે:
न तु केनचिदत्यन्त कस्यचिद् हृदय क्वचित्
वेदितुं शक्यते नूनम् ... “કેઈના હૃદયને કોઈ શું જાણે!”
ત્યાંથી પછી સૈરબ્રી સુષ્ણુ પાસે આવે છે. સુદેણું તેને વિરાટને આદેશ સંભળાવે છે. આદેશનો જવાબ આપતાં સેન્દ્રી કહે છે :
હવે તેર દિવસ જ બાકી છે, રાણમા ! પછી મારા ગંધર્વો મને અહીંથી લઈ જશે, અને તમારી ભલાઈને પણ તમને બદલે મળશે.”
સુષ્ણનું અનુકંપા પૂર્ણ નારીહૃદય નારીહૃદયની વ્યથા સમજે છે. અને અજ્ઞાતવાસના છેલા તેર દિવસ પણ સુષ્ણના રાજમહેલમાં જ ગાળવાની દ્રૌપદીને અનુમતિ મળે છે.
૯૬. હસ્તિનાપુરની રાજસભામાં
દુર્યોધને પાંડવોને શોધી કાઢવાના ઈરાદાથી જે અનેક ગુપ્તચરે મેકલ્યા હતા, તે બધા હવે –તેર દિવસ જ બાકી છે- હસ્તિનાપુર પાછા ફર્યા. પાંડનું પગેરું કાઢવાના તેમના બધા ય પ્રયત્ન નિરર્થક નીવડયા હતા, પણ એક ખુશખબર તેમણે સૌને આપ્યા. તે ખુશખબર એ કે, ત્રિગર્લો, જેઓ હસ્તિનાપુરના મિત્રો હતા, તેમને પરાભવ કરનાર કીચક આખરે મરાયો હતો. એક મધરાતે કોઈ ગંધ એને અને એના બધા જ ભાઈઓને મારી નાખ્યા હતા અને આ આખી યે ઘટના કેઈ સ્ત્રીને નિમિત્તે બની હતી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com