________________
૨૯૩
“ જોયું ને, તે ? રાજાના દેખતાં મેં તારા શા હાલ કર્યા તે ? કોઈની પણ હિંમત ચાલી, તારી વહારે આવવાની ? કયાંથી ચાલે ? વિરાટ તે નામને રાજા છે. મત્સ્યદેશને સાચે માલિક તે હું છું ! હજુ ય કહું છું તને, મારે શરણે આવીશ તે હું તારે દાસ થઈને રહીશ, રજની સે સુવર્ણમુદ્રાઓ તને બક્ષીસમાં આપીશ, ઉપરાંત અનેક દાસ-દાસીઓ તારી સેવામાં રહેશે અને તને હરવા ફરવા માટે એક રથની વ્યવસ્થા પણ થશે !”
કામાતુર કીચકા સૌન્દર્યવતી સૈરબ્રીઓને આજે પણ આ જ પ્રલોભને નથી આપતા?
સરધીએ, ભીમસેનની સૂચના પ્રમાણે, પોતે જાણે હારીને નમતું આપતી હોય એવો દેખાવ કર્યો.
તમારી વાત સ્વીકારવા હું તૈયાર થાઉં, પણ મને પેલા ગાધર્વોની બીક લાગે છે!”
“ એ બીકને આપણે તું કહે તે પ્રમાણે ઉપાય કરીએ.”
“તે એમ કરેઃ કોઈને પણ ખબર ન પડે એવી રીતે તમે નર્તનશાળામાં આજ રાત્રે મને એકલા મળો. સાવ એકલા હે ! અને જે જે હો, નર્તનશાળામાં સંપૂર્ણ અંધારું હોવું જોઈએ, કઇ ઝાંખો પાંખો દીવો પણ ન જોઈએ.”
આ વાતચીત થઈ તે વખતે મધ્યાહ્ન હતો. આ પછીના દિવસને અધે ભાગ સેરંધી તેમજ કીચક બંને માટે ઘણો લાંબો થઈ પડે. કીચકના મનમાં એમ કે ક્યારે રાત પડે ને ક્યારે કામના પૂરી થાય, અને સરધીના મનમાં એમ કે જ્યારે રાત પડે ને કયારે આ આપત્તિનો ઓળો મારા ઉપરથી હંમેશને માટે ઉતરે !
રાત પડી કે તરત જ, પિતાની અને દ્રૌપદીની વચ્ચે થયેલી ગોઠવણ પ્રમાણે, ભીમસેન છાને માને નર્તનશાળાના ગાઢ અંધકારમાં ઘુસીને ત્યાં સજાવવામાં આવેલી એક સેજ પર લાંબો થઈને સૂઈ ગયો.
થોડી વાર પછી કીચક આવ્યો. અંધકારથી છલોછલ ભરેલી નર્તનશાળામાં તે ચારપગે દાખલ થયો. દાખલ થઈને અંદરથી બારણું તેણે વાસી દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com