________________
૨૯૨
હું એ જ વિચારી રહ્યો છું” ભીમસેને તેને આશ્વાસન આપ્યું. “કંઈ સૂઝયું છે?”
“હા, અર્જુન બ્રહનલા રૂપે જે સ્થળે રાજકન્યાઓને સંગીત અને નૃત્ય શીખવે છે, તે નર્તનશાળામાં તું કીચકની સાથે આવતી કાલે રાતે મિલન ગોઠવ.”
“કીચક સાથે હું મિલન ગોઠવું?” દ્રૌપદી ક્રોધથી બેલી ઊઠી. ભીમસેન શું કહેવા માગતા હતા, તે હજુ તે પરૂં સમજી ન હતી.
“હા, હા; કીચકની સાથે આવતી કાલે રાતે ત્યાં મુલાકાત ગોઠવ. ગુપ્ત મુલાકાત. રાત્રિને સમયે નર્તનશાળા સાવ ખાલી હોય છે.”
તું શું કહી રહ્યો છે, વૃકેદર?” દ્રૌપદી હજુ ભીમનું હાર્દ સમજી નહોતી શકી.
હું ઠીક જ કહી રહ્યો છું. કીચકની સાથે આવતી કાલે રાતે ગુપ્ત મુલાકાત તારે ગોઠવવાની છે; પણ એ મુલાકાતમાં હાજર હું રહીશ, તારે બદલે !–ફક્ત આ વાતની કાઈને ગંધ સુદ્ધાં ન આવે એનું ધ્યાન રાખજે.”
અને કીચકના વધની પૂર્વભૂમિકા બહુ જ ભયંકર રીતે–ભયંકર અને હાસ્યાસ્પદ રીતે-સરજાઈ ગઈ.
૯૩. “કેવો રૂપાળે લાગે છે !'
સૈરબ્રીએ જ્યારે કીચક સાથે નૃત્યશાળામાં તે મળવાને સંકેત કર્યો ત્યારે કીચકના આનંદનો પાર ન રહ્યો. તે બિચારાને કયાં ખબર હતી કે એ સંકેત તેની ભોગ–તૃષાની પરિતૃતિનો નહોતો, પણ તેના જીવનની પૂર્ણાહુતિનો હતો !
વિરાટની રાજસભામાં ખુદ વિરાટના અને કંકના દેખતાં કીચકે કૌપદીને લાત મારી, તેજ રાતે ભીમસેન અને દ્રૌપદી વચ્ચે મુકિતને માર્ગ શોધવા અંગે લંબાણભરી ચર્ચા થઈ તે પછી બીજે જ દિવસે કીચક પાછ દ્રૌપદી પાસે આવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com