________________
૨૯૦
“તમારા બંને પર્વ-ઈતિહાસ હું નથી જાણતા, એ સ્થિતિમાં હું નિર્ણય આપી શકું ?”
સભામાં ભીમસેન અને યુધિષ્ઠિર બને હાજર હતા.
ભીમસેન તે દ્રૌપદીના આ હાલ જોઈને ધૂવાપૂવ થઈ ગયો. કીચકની સામે તેને એટલે બધો રોષ પ્રગટયો કે જાણે અબઘડી ઉછળીને તે તેને છું દે કાઢી નાખશે, અને બાર વરસ વનવાસ વેઠ અને અજ્ઞાતવાસ પણ હવે લગભગ પુરે જ થવા આવ્યો હતો, તે બધી યે યાતનાઓ ઉપર પાણી ફરી વળશે. યુધિષ્ઠિરે તેની સામે જોયું. સંકેતથી તેને સમજાવ્યો, શાંત રહેવા પ્રવ્યો અને પછી દ્રૌપદી તરફ ફરીને એ બોલ્યાઃ
અહીં ચાલી રહેલી છૂત-ક્રીડામાં તું નાહકની ખલેલ પહોંચાડે છે. તું અંતઃપુરમાં પાછી જા. સુદૃષ્ણ જ તારૂં રક્ષણ કરશે. અને વીર પુરુષોની પત્નીઓએ એક વાત સદા સ્મરણમાં રાખવી કે અવસર આવ્યું તેમના પતિઓ કેઈથી ગાંજ્યા નહિ જાય ! એ અવસર જ્યાં સુધી આવ્યો નથી, ત્યાં સુધી સંપૂર્ણ શાંતિ અને સબૂરીથી તારા દિવસો વ્યતીત કર. આખરે તો સૌની રક્ષા કરનાર એક ધર્મ જ છે.”
યુધિષ્ઠિરના શબ્દોમાં રહેલ ગર્ભિત આશ્વાસનનો મર્મ સૈરબ્રી સમજી ગઈ અને વિરાટ તથા બલ્લવ આદિને વંદના કરીને તે અંતઃપુર તરફ ચાલી ગઈ.
પણ જતાં જતાં વિરાટની આખી યે રાજસભા સાંભળે તેવી રીતે કંક'ને બે માર્મિક શબ્દો સંભળાવવાનું તે ચૂકી નહિ.
હસ્તિનાપુરની રાજસભામાં આ વરનારીની જે દુર્દશા થઈ હતી, તેના કરતાં વિરાટની સભામાં થયેલી તેની દુર્દશા લેશ પણ ઓછી ન હતી. ૌપદીનું જીવન જ જાણે રપાવી આવી દુર્દશાઓની એક અશ્રુ-સાંકળી જેવું હતું.
૯૨ દ્રૌપદી ભીમને શેધે છે !
સૈરંધી જયારે અંતઃપુરમાં રાણુ સુદૃષ્ણ પાસે પહોંચી ત્યારે તેને એટલે છુટો થઈ ગયો હતો, તેની આંખો વ્યાકુળતાથી લાલમલાલ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com