________________
૨૮૯
એના જીવનને બીજે કિનારે-મત રૂપી કિનારે પહોંચાડવા માટે જ આવી પહોંચી હોય ! જે હોય તે, પણ ઉપમા બહુ જ સચેટ છેઃ નાવ હવા इव पारगः
કીચકે તે સીધી શય્યા જ બતાવી સેરબ્રીને ! માતુરાગ ન માં ન જગા ! “તારે માટે દિવ્ય શયન મેં તૈયાર રખાયું છે. ચાલ, ચાલ, મારી સાથે બેસીને પહેલાં તે મધુ-માધવીનું-ઊંચી જાતની મદિરાનું પાન
કર.”
“મદિરાનું પાન કરવા નથી આવી, મદિરા લેવા આવી છું, આ સુવર્ણપાત્રમાં, તમારી બહેન માટે. રાણી સુણાએ ખાસ કહેવડાવ્યું છે કે મદિરા લઈને તું જલદી આવજે, કારણ કે મદિરાપાનની એમની ઇચ્છા અતિ ઉત્કટ છે.”
એ તે હું બીજી દાસી દ્વારા મેકલી આપીશ.” કહીને કીચકે દ્રૌપદીને જમણે હાથ પકડે. મનમાં ને મનમાં ઈશ્વરની સ્તુતિ કરતી સૈરબ્રીએ પિતાના જમણું હાથને છોડાવ્યું. ત્યાં તે એ દુઝે એનું ઉત્તરીય વસ્ત્ર ખેંચ્યું અને દ્રૌપદીના રોષને પાર ન રહ્યો. પ્રાર્થનાએ જાણે કેઈ નવું બળ એને આપ્યું હતું. અને પેલો સૂર્યત તો હતો જ-અગોચર રહીને એને પ્રેરણું આપતો !
પિતા પર આક્રમણ કરી રહેલ કીચકને દ્રૌપદીએ એટલા બધા જોરથી હડસેલ્યો કે એ “મૂળ પર આક્રમણ થતાં વૃક્ષ પટકાઈ પડે એમ” પૃથ્વી પર પટકાઈ પડયો, અને શૈપદી આ તકને લાભ લઈને ત્યાંથી નાસી છૂટી.
કીચકના મહાલયમાંથી બહાર નીકળતાં વેંત તેને રાજસભામાં જઈને યુધિષ્ઠિરની સહાયતા માગવાને વિચાર આવ્યો. અને તે રાજસભા તરફ દોડવા લાગી..
દરમિયાન ઘરમાં પડેલે કીચક ઉઠીને તેની પાછળ પડયો હતો. તેણે તેને રસ્તામાં જ આંતરી લાતે લાત મારી. પણ એ મારને પણ ગળી જઈને સૈરબ્રી-લોહીલુહાણ અવસ્થામાં-વિરાટની સભા સમક્ષ પહોંચી.
પહોંચતાં વેંત તેણે કીચક સામે આંગળી ચીંધીને વિરાટને રાવ કરી. પણ વિરાટે તેને શું કહ્યું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com