________________
૨૮૭
“આ આખાયે રાજ્યને માલિક હું છું. પરાક્રમમાં મારી કોઈ જોડી જ નથી, આ પૃવીમાં! મારી ઇચ્છાઓને તૃપ્ત કરીને તું આ રાજ્યની રાણ બની શકે છે. આ સ્થિતિમાં, આવી હીન દાસ્પદશામાં રહેવાની તારે અગત્ય જ શી છે?” દ્રૌપદી હવે તેને છેલ્લી ચેતવણી આપે છેઃ
તું નથી જાણતો, પણ પાંચ ગાંધર્વો, પાંચ ભયાનક ગાંધર્વો અહોરાત મારી રક્ષા કર્યા કરે છે. મારા પર કુદષ્ટિ કરનાર તેમના રોષમાંથી કદી છટકી શકતો નથી. મારા એ સમર્થ પાંચ સંરક્ષકેની હું પ્રિયતમા છું. મારા પ્રત્યે કામુક દષ્ટિ નાખીને તારી જાતને તું એવી દુર્દશામાં મૂકી રહ્યો છે,
જ્યાં તારા માટે આ સમગ્ર પૃથવીમાં–કે આકાશમાં પણ-કોઈ સલામત શરણ–સ્થાન નહિ રહે.”
આખરે કીચકને હાર સ્વીકારવી પડી. સેરશ્રીને હું મારી વાર્તાલાપની કળાથી જ રીઝવી લઇશ? મારાં પ્રલોભનોથી જ તે પીગળીને પાણી પાણી થઈ જશે, એવી એવી અનેક કલ્પનાઓ સાથે તે તેની પાસે આવ્યો હતો, પણ એ કલ્પનાઓ જ્યારે ભ્રમણાઓ સાબિત થઈ ત્યારે નિરાશ ન થતાં તેણે એક જુદે જ માર્ગ લીધે.
તે પિતાની બહેન પાસે આવ્યા. સુદેષ્ણાને તેણે વિનંતી કરી કે કોઈ પણ ઉપાયે મારો અને સરપ્રીનો મેળાપ કરાવી દે,–જો તારે મને જવાડિવો હોય તો.
અને પછી ભાઈને જીવાડવા માટે સુદૃષ્ણાએ એક યેજના કરી, જે આખરે તો તેના મૃત્યુની જ એક પૂર્વભૂમિકા બની ગઈ.
૯૧. વિરાટની સભા સમક્ષ
વિરાટની રાણુ સુદૃષ્ણએ પોતાના ભાઈની વિષવલાલસાને તૃપ્ત કરવા માટે જે રસ્તો શોધી કાઢયે તે, તે રાણુને માટે આપણું મનમાં જે થોડું ઘણું પણ માન હોય, તેને પણ ઓછું કરે એ છે. એ જમાનાની એક ખાસિયત લાગે છે. કેઈ છેટું કામ કરતા દેખાય, તો બે શબ્દો બોધના
એને યથાશક્તિ સંભળાવવા. પણ પછી તેને રોકવા માટે સક્રિય કંઈ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com