________________
૨૮૫
ત્યારે શું વિરાટના સેનાપતિ એવા કીચકે દુપદાત્મજાને અત્યાર લગી જોઈ જ નહિ હોય ? પોતાના ભાઈના સ્વભાવથી સંપૂર્ણ રીતે પરિચિત એવી રાણુ સુદૃષ્ણએ શું આ નવા સૌંદર્ય-રત્નને તેની લંપટ અને વિષયી આંખથી યોજનાપૂર્વક અળગું રાખ્યું હશે? અને એમજ હોય તો, બિચારી સુષ્માએ દશથી એ વધુ મહિના કરેલી મહેનત પર આમ રહી રહીને પાણી ફરી વળ્યું એ પણ ઇશ્વરની જ એક લીલા જ ને! અથવા, કાલિદાસે કહ્યું છે તેમ માતાનામ્ દ્વારાfજ મવતિ સર્વત્રા
કીચકે જેવી એ અપ્રતિમ સૌંદર્ય-સ્વામિનીને જોઈ, તે જ એ વિકારવિહુવલ બની ગયો. સીધે એ ગયો પોતાની બહેન પાસે. “કયાંથી આવી છે આ? ક્યારે ? મને વાત પણ ન કરી? વારૂ! વારૂ! પણ હવે એ મારે ત્યાં આવે એવી ગોઠવણ થવી જોઈએ.” વગેરે.
સુષ્મ પિતાના ભાઈને આ પ્રસંગે કશું જ કહેતી નથી. સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠી રહે છે, જેને અર્થ તેના ભાઈએ “સંમતિ” તરીકે જરૂર ઘટાવ્યો હશે.
સુદેણના આ મૌનનું કારણ એ પણ હોય, કે હમણાં હું શા માટે બોલું ? ભલે એ જાય, એની પાસે! જોઉં તો ખરી, મારા ભાઈના પ્રલેભનેને એ શો પ્રત્યુત્તર આપે છે!
કીચકે શૈપદી પાસે જઈને સીધી પિતાની કામ-લીલા જ શરૂ કરી દીધી. વિકૃતિની દુનિયાને તે અઠંગ ખેલાડી હતો.
પણ દ્રૌપદી અને કીચકના સંવાદને આપણે એક જુદું પ્રકરણ જ આપીએ.
૯૦ જે તારે મને જીવાડવો હોય તે !
સૈરધી (દ્રૌપદી) પાસે જઈને કીચક પહેલાં તે એના નેત્રાદિની તથા એના કેકિલ શા કંઠસ્વરની પ્રશસ્તિ કરે છે અને ઉમેરે છેઃ
एवंरुपा मया नारी काचिदन्या महीतले ।
ન પૂર્વા ... ...... “તારા જેવી રૂપવાળી નારી મેં કદી જોઈ નથી!” (પ્રત્યેક લંપટ આમ જ બોલતે હશેને, કેઇ નવી નારીને જોઈને !)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com