________________
૨૮૮
ન કરવું. ભીષ્મ-દ્રોણુ-વિદુર જેવા પણ આ જ વર્ગના હતા, ત્યાં વિરાટની રાણી સુદેષ્ણાનું તેા ગજું જ શું!
શ્રી કૃષ્ણ, વધ્યું શબ્દોના એ જમાનામાં, એક જ એવા પુરુષ હતા, જે શિખામણના બે શબ્દો ખેાલીને જ માત્ર બેસી ન રહેતા. અન્યાય અને અસત્યને રોકવા માટે તે પેાતાથી બનતું બધું જ કરી છૂટતા. માટે જ તા તેમની તેમના પાતાના જીવનકાળ દરમિયાન જ એક લેાકેાત્તર પુરુષ તરીકે ખ્યાતિ બંધાઈ હતી.
સુદેાએ પેાતાના ભાઈ કીચક સાથે અગાઉથી નક્કી કર્યા પ્રમાણે સૈરન્ધીને સુરા લઇ આવવા માટે કીચકને ધેર મેાકલી. સરન્ત્રીએ પહેલાં તે ઘણી જ ના પાડી. “ એ તમારા ભાઈ વા નફટ છે, તે તમે પેાતે જ જાણે! છે, ” એમ પણ કહ્યું. “હું તમારી પાસે આવી, અને તમે મને રાખી, તે વખતે જ મેં તમને મારી શરતે કહી સંભળાવી હતી, અને તે વખતે તમે તે બધી યે મજુર રાખી હતી,” એ પણ યાદ દેવડાવ્યું. પણ સુદેા ભાઇથી એટલી બધી ડરતી હતી, કે સૈરન્ત્રીનેા આટલે બધા વિરાધ અને કકળાટ સાંભળ્યા છતાં ન સાંભળ્યું! કરીને તેણે તેને પેાતાના ભાષ્ટને ત્યાં મેાલી.
અને હાથમાં સુવર્ણ પાત્ર ( સુદેા માટે કીચકને ત્યાંથી સુરા લ આવવા માટે) અને હૈયામાં પ્રાર્થના લને દ્રૌપદી કીચકને ત્યાં આવી. વ્યાસજી લખે છે કે દ્રૌપદીએ આ વખતે ઘેાડીક વાર સૂર્યની પણ ઉપાસના કરી. (સૂર્યે જ તેને અક્ષયપાત્ર આપેલું હતું, વનવાસ દરમિયાન ). સૂર્ય તેના પર પ્રસન્ન થઈને પેાતાના એક દૂતને દ્રૌપદીના સંરક્ષક તરીકે મેકક્લ્યા. સૂતા આ દૂત, પાતે અદીઠ રહીને દ્રૌપદીની રક્ષા કરતા હતા. ટૂંકમાં સૂર્યોપાસના કર્યા પછી સૈરન્ધીને એવી ખાતરી થઇ ચૂકી હતી કે સૂર્ય' તેની પ્રાર્થના લક્ષમાં લીધી છે અને તે હવે તેની રક્ષા કરશે જ, તેના શિયળને આંચ નહિ આવવા દે..
.
સૈરન્ધ્રા જેવી કાચકના મહાલયમાં દાખલ થઇ તેવા જ એ આનંદથી ઉછળ્યેા : ઉછળીને ઉભા થઇ ગયા. નાથં ધ્યેવ પાપ: જાણે કેમ સામે કિનારે પહેાંચવાની ઝંખનાવાળાને એકાએક હાડી ન લાધી હાય પણ હાડી તેને પાર નહિ પહેાંચાડે, અધવચ્ચે મેાતની મઝધારમાં જ ડુબાડી દેશે, એ વાતનું એને ભાન નથી અથવા એમ પણ હાય કે આ હાડી એને
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com