________________
૨૯૫
મૃત કીચકનું ચિત્રાત્મક વર્ણન વ્યાસજીએ સચોટતાથી આપ્યું છે:
क्वास्य ग्रीवा, क्व चरणौ
क्व पाणी, क्व शिरस्तथा। આની ડોક કયાં છે? પગ કયાં છે? હાથ કયાં છે ? માથું કયાં છે ?” એમ લેકે માંહોમાંહે પૂછવા લાગ્યા.
૯૪.
સ્મશાનમાં!
થોડીવારમાં તો સમાચાર આખા કે ગામમાં ફરી વળ્યા. કીચકના સો ભાઈએ આઠંદ કરતા કરતા નર્તનશાળામાં ભેગા થયા. કીચકના શબને જોતા જાય અને વધુ ને વધુ રાતા જાય. કીચક કેવો લાગતો હતો ? સંમિનસ નું સ્થ૪ વોતમ “જેનાં બધાં જ અંગો છુંદાઈ ગયાં છે એવા, પાણીમાંથી બહાર ખેંચી કઢાયેલા કાચબા જે !”
અને અગ્નિસંસ્કાર કરવા માટે શબને બહાર લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં સૈરી તેમની નજરે પડી. એક થાંભલાને અઢેલીને તે ઊભી હતી.
આ ડાકણને કારણે આપણું મોટાભાઈના જાનની ખુવારી થઈ ! મારે એ ચૂડેલને !” એક જણે વરાળ કાઢી. ટોળું એને પકડવા દોડ્યું.
“મારશે નહિ એને !” એક બીજાએ વધારે કઠેર સજા મુચવતાં કહ્યું, “એને બાંધીને ભેગી લઈ લે. કીચકની સાથે એને પણ ચિતા પર બાળી મૂકશું. ભાઇની ઈચ્છા એને ભોગવવાની હતી. જીવતાં તે તે એમ ન કરી શકયા, તે મુવા પછી તો એમની વાસના તૃપ્ત થશે. ચાલે, લઈ લ્યો ભેગી, એ કર્કશાને.”
વિરાટ આ બધું જોતો હતો. કીચકના ભાઈઓના સંયુકત બળની સામે થવાની તેનામાં તાકાત નહોતી. એટલે એણે નમતું મેલું. દ્રૌપદીને કીચક ભેગી બાળવાની સંમતિ તેણે એ હરામખોરને આપી દીધી.
કીચકની શબવાહિનીની સાથે બંધાઈને સ્મશાન તરફ જતી દ્રૌપદીને આર્તનાદ મત્સ્યદેશની સીમને વધી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com