________________
૨૯૪
પછી અનુમાનને આધારે તે પર્યક (પલંગ) પાસે પહોંચ્યા. પર્યકમાં એક આકૃતિ સૂતી હતી તેને રંઘી સમજીને વેવલાઈ કરવા માંડી.
“ તને મેં વચન આપ્યું હતું તે પ્રમાણે સેનામહોરે, દાસદાસીઓ અને રથની વ્યવસ્થા થઈ ગઈ છે. તારા મિલન માટે મેં કેવી કેવી તૈયારી કરી છે, તે જે તે ખરી ! ઘેરથી અહીં આવવા નીકળ્યો તે વખતે સ્ત્રીઓએ મને શું કહ્યું, જાણે છે? તેમણે કહ્યું : “જેવો રૂપાળો તું આજે લાગે છે, તે રૂપાળો પૂર્વે કદી નથી લાગ્યો.”
“સ્ત્રીઓએ સાચું જ કહ્યું હશે; પણ હવે મારો આ સ્પર્શ કેટલે સુંગળો છે તેને પણ તું જરા અનુભવ કરી જે.”
અને છલંગ મારીને ભીમસેન કુદ્યો. કીચકને તેણે, કેસરી જેમ કે પાડાને પકડે તેમ પકડે.
અને પછી, અલબત્ત, એક ઉગ્ર ધન્વયુદ્ધ ત્યાં આગળ ખેલાયું.
મધરાત સુધી ચાલેલ આ યુદ્ધના મહાતાંડવથી નર્તનશાળા ધણધણું ઊઠી. એમાં પડેલાં વાઘો, વીણું મૃદંગાદિ પર કેવા કેવા આઘાતો તે રાતે થયા હશે, અને કેવાં કેવાં વિચિત્ર સગીત તેમાંથી જમ્યાં હશે, કેણ જાણે!
આખરે કીચકનું બળ તૂટી પડયું. ભીમે એની કેડ પોતાના ગોઠણો વડે ભાંગી નાખી. એને ઊંચકીને, બાળક જેમ દેરીને છેડે બાંધેલ દડાને ઘુમાવે એમ ઘુમાવ્યો. કીચકની પ્રાણુ ઉડી ગયા. ભીમે એને મારી મારીને માંસના પિડા જેવો બનાવી દીધો હતો – એવી રીતે કે કોઈને ખબર પણ ના પડે કે મૂળ આ કોણ હતો !
પછી ભીમસેને દ્રૌપદીને બોલાવી. નર્તનશાળા તેને હવાલે કરી તે રસોડા તરફ ચાલ્યા ગયા. સરંધીએ નર્તનશાળાના ચેકીદારને જગાડવા. (ચેકીદારો પણ ખરા! આટલી ધાંધલ થઈ ગઈ, છતાં જેમનું રૂવું સરખું પણ ન ફરકયુ .) તેમને તેણે કહ્યું : “આ જુઓ, મારા તરફ કુદષ્ટિ કરનાર કીચકના મારા ગાંધર્વ પતિઓએ કેવા હાલ કર્યા છે?” પછી તે ત્યાં આગળ રીડિયામણું મચી ગયું. અસંખ્ય ચોકીદારે મશાલે લઈ લઈને દોડયા અને જે ભયંકર દ્રશ્ય તેમણે દીઠું તે પરથી તેમને ખાતરી થઈ ગઈ કે આ પરાક્રમ સાચે જ કઈ ગાંધર્વનું જ હેવું જોઈએ ! માણસનું ગજું જ નહિ, કીચક જેવા કીચકની આવી દુર્દશા કરવાનું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com