________________
२८१
“તારા મુખચંદ્રને જોયા પછી કામવિવશ ન બને એવો કોઈ પુરુષ હું તે કલ્પી જ નથી શકતો !” વગેરે.
જેમ જેમ તે આગળ બોલતો જાય છે, તેમ તેમ તેની નિર્લજ્જતા વધુ વેગ પકડતી જાય છે, અને છેવટે ખાન-પાન અને ઘરેણાંનાં પ્રલોભને આગળ ધરીને તે તેની પાસે સીધી “પ્રેમ”ની જ માગણી કરે છે, પહેલી જ મુલાકાતે.
એક દાસી સાથે વધારે લપ્પન છા૫ન કરવાની જરૂર જ શી, તેને થયું હશે!
પણ તેનું છેલ્લું વાક્ય, શિકારને પહેલીવાર ફસાવવાની કોશિશ કરતા પ્રત્યેક કામીની મને વૃત્તિનો પડઘો પાડતું હોઈને નોંધપાત્ર છેઃ
त्यजामि दारान् मम ये पुरातनाः भवन्तु दास्यस्तव चारुहासिनि । अहं च ते सुन्दरि दासवत् स्थितः
सदा भविष्ये वशगो वरानने ।। “ મારી જની સ્ત્રીઓને હું તારે ખાતર છોડી દઈશ.” અથવા તારી દાસીઓ થવાની આજ્ઞા આપીશ ? હું જાતે પણ તારો દાસ થઈને રહીશ, સુંદરી, અને હરહમેશ તારું કહ્યું કરીશ, તારી આજ્ઞામાં રહીશ, તને અનુસરીશ.”
દ્રૌપદી આ બુદ્ધિભ્રષ્ટ લંપટને સમજાવે છે: “હું તો બીજાઓના કેશ ગૂંથનારી હલકા વર્ણની સૈરધી છું, સૂતપુત્ર ! ( તારે લાયક જ નથી ) વળી હું પર-દાર છું અને “દાર" સૌને વહાલી હોય છે, તેમ હું પણ મારા પતિને વહાલી છું. મારા તરફ આવી અધમ દ્રષ્ટિથી જોઈને તું તારી મેળે જ અપકીર્તિ તથા ભયને નોતરે છે. માટે ધર્મને નજર સામે રાખીને આ દુષ્કૃત્યથી છેટે રહે.”
પણ એમ શાબ્દિક બેધથી જે પોતે કરેલા અશુભ સંકલ્પોને છોડી શકતા હોય તો તે કામી શાના ?
કીચક તે ઉલટાને બેવડા ઉત્સાહથી પોતાનું સંવનન ચાલુ રાખે છે. પોતે કેણુ છે, તે હજુ કદાચ આ સેરશ્રીને ખબર નહિ હોય એમ માનીને તે કહે છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com