________________
૨૮૨
કૃતિઓ સાંભળવામાં સમય ગાળનાર મુદ્દો વિરાટ પળભર સળવળે. કયાં ગયા છે તેના કઢિયેલ દૂધના પીનારા અને માવાની મિઠાઈઓ ખાનારા મલર જો? પણ પોલાદના ગઢ જેવા જીતના કસાયેલા શરીરને જોતાવેંત જ સૌનાં હાજા ગગડી ગયાં હતાં. એકાદ-બે કુલણજીઓ આગળ આવ્યા, તે તે ડાબા હાથની ટચલી આંગળીઓના ખેલ જેવા હતા, જીમૂતને માટે ! સન્નાટો છવાઈ ગયે, ચારેકોર. વિરાટની રાજધાનીમાં, અરેરે, શું કોઈ પણ નથી એ, જે રાજના અબિરૂ રાખે ! કુસ્તી અને અખાડા ખાતે આટલાં વરસ ખોબા ભરી ભરીને નાણાં ખર્યા તે શું સાવ ફોગટ ! પણ રાજની શાન કરતાં પોતાની જાન સૌને વધુ વહાલી હતી.
આપી દ્યો મને વિજયપત્ર, મહારાજ વિરાટ !” જીમૂત તકાદો કરતે હતો.
અને કંકની સામે વખતોવખત જતો અને તેની આંખમાંથી કંઈક આશ્વાસન પામવા ઈચ્છતો વિરાટ બેબાકળા બનતો જતો હતો.
ત્યાં બલવ આવ્યા. રસોયાના વેશમાં પણ ભીમનું ભીમપણું કેમ છાનું રહે ! અને તે પણ આવી ઉશ્કેરણી ભરેલા સમયમાં ?
તેણે કંક સામે જોયું. સ્વાભાવિક જ હોય તેવી રીતે.
મેટાભાઇની આંખમાં તેણે અનુજ્ઞા વાંચી. અનુજ્ઞા અને સાવધાની બેય. વિરાટના ગુણઓશિંગણ આપણે છીએ. આવે વખતે એની શાન રહે, એવું આપણે કરવું જ જોઈએ, પણ આપણે પરિસ્થિતિનો પણ ખ્યાલ રાખજે. બાર બાર વરસ વનવાસ વેઠયા પછી, તેરમા વરસે અજ્ઞાતવાસ દરમિયાન પકડાઈ જઈશું તે બાર વરસ બીજા વનમાં જવું પડશે એ ન ભૂલજે.”
અને કુસ્તી શરૂ થઈ. ભીમે પોતે ભીમ નથી એવું બતાવવા માટે પિતાની સમગ્ર શકિત અને કળામાંથી થોડાક જ ભાગનો ઉપયોગ કર્યો. ઘડીક જીમૂત જીતતો દેખાય, ઘડીક બલવ! જાણે કેમ બને સમોવડિયાસરખા ન હોય !
નિરાશ થયેલ નગરજને, અને પરદેશી મલની સામે આપણે તે પૂરેપૂરું નીચાજોણું થયું એવી શરમ અત્યાર લગી અનુભવી રહેલ વિરાટ, બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com