________________
૮૪.
અજ્ઞાતવાસને આર’ભ
એક વરસના અજ્ઞાત-વાસ માટે પાંડવાએ વિરાટનગરને શા માટે પસદગી આપી હશે? વનપર્યંતે તે ધમે તેમને વિરાટનગરનું નામ સૂચવેલું એવા ઉલ્લેખ છે. છતાં વિરાટ પર્વના પહેલા અધ્યાયના નવમા જ લેાકમાં યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે :
૨૭૨
स साधु कौन्तेय इतो वासमर्जुन रोचय । संवत्सरमिमं यत्र वसेमाविदिता: परैः ॥
હે અર્જુન, અહીંથી હવે કયે સ્થળે જઈ ને આપણે રહેવું તે તું જ કહે, એક વર્ષ જ્યાં આપણે, આપણને કાઈ ન ઓળખે એવી રીતે રહી શકીએ એવું સ્થળ તારા મનમાં હેય તા તું ખતાવ.
99
અર્જુનને પૂછવાનુ કારણ સ્પષ્ટ છે. અર્જુન સ્વસ્થ વિચારણા કરી શકે છે એ તેા ખરું જ; પણ એ ઉપરાંત પાંચે પાંડવામાં સૌથી વધુ પ્રવાસેા જેણે ખેડયા હાય અને સૌથી વધુ દેશે! જેણે જોયા હોય એવા એક અર્જુન જ છે
અર્જુન કુરુ દેશ કરતાં આવેલાં રાજ્યામાંથી નીચેનાં રાજ્યાનાં નામે આપે છેઃ
પ'ચાલ, ચેદિ, મત્સ્ય, શૂરસેન, પચ્ચર, દશા, નવરાષ્ટ્ર, મહલ, શાવ, યુગન્ધર, અકુન્તિરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, અવન્તી.
પણ આ નામે આપ્યા પછી, સ્થળ પસંદ કરવાની છેલ્લી જવાબદારી તે પાતા ઉપર નથી લેતા, મેાટાભાઈ ઉપર જ રાખે છે.
યુધિષ્ઠિર મત્સ્ય દેશ પસંદ કરે છે, કારણ કે મત્સ્ય દેશને રાજા વિરાટ ‘બળવાન છે; પાંડવા પ્રત્યે પ્રીતિવાળે છે, ધર્માંશીલ છે અને ઉદાર હૃદયને વૃદ્ધ છે.” પછી વિરાટ નગરમાં કાણે કયા રૂપે રહેવું તે અંગેની ચર્ચા થાય છે. યુધિષ્ઠિર કક' એવું નામ ધારણ કરીને વિરાટની સભામાં ‘સભાસ્તાર' તરીકે રહેવાને પેાતાને સંકલ્પ જાહેર કરે છે. સભાતાર' એટલે સભાપતિને સહાયક. યુધિષ્ઠિર વિર!ટ રાજાના એક સેાખતી તરીકે રહેવા માગે છે. આ જ પ્રમાણે ભીમ વિરાટના રાજરસેાડામાં એક અધિકારી તરીકે બલવ'ના નામથી રહેવાની પેાતાની ઈચ્છા વ્યકત કરે છે. અર્જુન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com