________________
૨૭૯
છે. સહદેવ, વિરાટનાં દરબારી ગોધણના ગણક અને સંરક્ષક તરીકે અને નકુલ વિરાટની રાજ-હય- શાળાના નિયામક તરીકે ગોઠવાવાની ધારણ રાખે છે. ગ્રથિક અને તતિપાલ એવાં નામ પણ તેમણે, અનુક્રમે, પસંદ કરેલાં છે.
સૌથી વધુમાં વધુ વિકટ પ્રન અર્જુન અને દ્રૌપદીને છે. ગાંડીવધન્વા શી રીતે છુપે રહી શકશે ? ધનુષની દોરી ખેંચી ખેંચીને તના જમણ અંગૂઠાએ અને એની જમણી તર્જનીએ-મોટી આંગળીએ-લાખે સામાન્ય અંગૂઠાઓ અને તર્જનીઓ વચ્ચે તરી આવે એવી વિશિષ્ટતા ધારણ કરી છે. વળી ડાબા હાથના કાંડા પર ધનુષ્યની દરીએ ત્રિવરલી કીર્તિરેખા જેવા કાપા પાડેલા છે તે કેમ કરીને છુપાવી રખાશે?
બીજી બાજુ જેના હાથની ઉમેદવારની સ્પર્ધામાં એક વખત આખું ભારતવર્ષ ખળભળી ઉઠયું હતું તે જાજરમાન ૌપદી કયાં સમાશે ? રાજસભાઓમાં અને વનમાં હજારોએ તેને જોયેલી છે અને વ્યક્તિત્વ અને મુખમુદ્રા તો એવાં કે એક વાર જોવા પછી અંતર પર સદાને માટે અંકિત થઈ જાય ! આવી નારાયણી દુર્યોધનના ગુપ્તચરોની બાજ જેવી આંખેથી પૂરા બાર મહિના સુધી અણદીઠી અને અણુઓળખી રહે એવી કઈ તરકીબ છે ?
પણ બનેએ પિત-પોતાને માટે પુખ્ત વિચાર કર્યા છે. જ્યાં એમની કાઈ તપાસ પણ ન કરે ત્યાં તેઓ છપાશે. ના, ના ! છૂપાશે એ શબદ પણ અહીં અસંગત લાગે છે. સૌની આંખે એમના પર પડે એવી રીતે “ચારધારે” રહેશે, ખુલ્લાં ખુલ્લાં, સરેઆમ ! પણ રહેશે એવાં સ્વરૂપે અને એવી સ્થિતિમાં કે આવે ઠેકાણે ને આવા સ્વરૂપમાં તેઓ હેાય તેવો વિચાર તેમના કઈ મિત્રને કે શત્રુને સ્વનેય ન આવે !
ભારતનો અજોડ બાણાવળી નૃત્યકળામાં પાવરધા છે. ગાંડીવને ધારણ કરનારો, વિણા વગેરે વાદ્યોને પણ એટલી જ આસાનીથી રમાડી શકે છે. અર્જુન નૃત્યાચાર્ય અને ગાયનાચાર્ય થશે! પણ કોને ? વિરાટના એક ખેબા જેવડા, અને કીચક અને એના મલોની ધાકથી મુક્ત રીતે શ્વાસ પણ માંડમાંડ લઇ શકતા રાજ્યમાં નૃત્ય અને ગીત શીખવાના ઉમળકા કણ ધરાવતું હશે? કઈ જ નહીં! પ્રજાજનોમાંથી તે કઈ જ નહીં! અર્જુનની યોજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com