________________
૨૭૭
છે અને દુર્યોધનના રાજતંત્રથી એ ખૂબ ત્રાસેલે છે. મસ્વદેશની ગાયનાં ધણને હસ્તિનાપુરના સત્તાધીશે વખતોવખત ઉપાડી લાવતા હશે, ચોરી કે લૂંટી લાવતા હશે. વિરાટના રાજ્યને બીજે સીમાંડ આવેલ ત્રિગર્તાનું રાજ્ય પણ એવી જ રીતે વિરાટનું વિરોધી છે. ત્રિગને રાજા સુશર્મા દુર્યોધનને ભેરૂ છે. દુર્યોધન અને ત્રિગર્તાનો સુશર્મા એ બની સૂડી વચ્ચે વિરાટને મસ્વદેશ સોપારી જેવો છે. આ કારણે દુર્યોધનને કોઈ પણ વિરોધી વિરાટને સહજસ્નેહી બની રહે.
એક બીજું કારણ પણ છે, અને તે છે વિરાટના વ્યકિતત્વનું. એ વૃદ્ધ રાજવી બહાદુર, ભલે, ભાળ અને સરળ સ્વભાવને છે. જેવો આશુરોધ છે તેવો જ આશુતોષ પણ છે. તે અત્યંત ઉર્મિલ છે અને જેટલો ઊર્મિલ છે, એટલે જ જાગરૂક તર્કશકિત વિનાને છે. આવાના રાજ્યમાં કોણ શું છે અને શું કરે છે અને કયાં વસે છે તેની ભાગ્યે જ કોઈ તપાસ રાખે !
એક ત્રીજી વાત પણ છે. વૃદ્ધ વિરાટ પર તેની રણ સુદષ્ણાનું રાજ્ય છે, અને સુદેણ પર તેના ભાઈ કીચકનું ચલણ છે.
ગાંધારન શકુનિ જેમ હસ્તિનાપુરમાં જ પડયા પાથર્યા રહે છે, તેમ કીચક દેશમાં પડ પાથર્યા રહે છે, એ ટલું જ નહીં, પણ મસ્યદેશને સાચો કર્તાહર્તા તે જ છે. તે સેનાપતિ છે અને તેના નવાણું એટલે કે અનેક ભાઈઓ અને પિતરાઈએ રાજ્યમાં જુદાં જુદાં સત્તા-સ્થાને દબાવીને બેસી ગયા છે. અને છતાં રાજ્યમાં તો અંધેર જ છે, કારણ કે કીચક અને તેની સેના કેવળ પોતાના વૈભવ-વિલાસ પૂરતી જાગૃત છે. બીજી બધી બાબતોમાં તેની અને કુંભકર્ણની વચ્ચે કશો જ ફરક નથી.
એક સવાલ ઉઠે છે. પરિસ્થિતિ સાચેસાચ આવી છે તો પછી વિરાટનું રાજ્ય ચાલે છે શી રીતે ? જવાબ એક જ છેઃ મત્સ્યદેશનું રાજ્ય ચાલે છે, જેમ એકચક્કાનું ચાલતું હતું તેમ. રોજ એક મનુષ્યને બક જેવા રાક્ષસના આહાર માટે મોકલ પડતો હોય, છતાં પ્રજા મેજથી ખાય-પીએ; અવેબેસે; આનંદ કરે; અને કોઈને કશું જ અસામાન્ય ન લાગે ! એ છે ભારતવર્ષ ! –એમ તે વ્યાસજી નહિ સૂચવવા માગતા હોય ?
જે હો તે, પણ લાખો વચ્ચે જુદા તરી આવે એવા પાંચ પાંચ નરશાર્દૂલે અને છઠ્ઠી નારાયણી જેવી એક નારી જે નગરીમાં પૂરા બાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com