________________
૨૭૫
અને વિરાટની ગાયોને હસ્તિનાપુરને કૌરવો વાળી જતા. સાધારણ રીતે પાડોશી તે શત્રુ અને પાડોશીને પાડોશી તે મિત્ર, એ રાજ્યશાસ્ત્રનો નિયમ છે. વિરાટને અને દુર્યોધનને આ જ નિયમ પ્રમાણે દુશ્મનાવટ હશે. વિરાટ આ જ કારણે કદાચ યુધિષ્ઠિરના વિશ્વાસનું પાત્ર બન્યા હશે. ત્રિગર્લોને સુશર્મા આ જ હેતુથી દુર્યોધનને મિત્ર થયો હશે અને આ જ ન્યાયે પાંડ સાથે દોસ્તી બાંધવા વિરાટ હમેશા તત્પર રહેતો હશે. યુધિષ્ઠિરની મત્સ્ય દેશની પસંદગી પાછળનું આ જ એક સબળ કારણ હશે.
રથે એ સેનાઓનું એક આવશ્યક અંગ હતું. એટલે રાજ્યમાં ઘોડાએને માટે એક જુદું ખાતું ચાલતું હશે. ઘોડાઓની ગુણવત્તા અને સંખ્યા ઉપરથી રાજ્યની તાકાત નક્કી થતી હશે. સહદેવ અને નકુલ અથવા ગ્રંથિક અને તંતિપાલની કિંમત આ જ કારણે વિરાટના રાજ્યમાં તરત થઇ હશે.
વિરાટની પોતાની દિનચર્યા જુઓ તો એ વખતનાં સામુદાયિક વિનદનાં સાધના દેખાઈ આવશે. નવરાશને વખત (બધા વખત નવરાશને જ છે, સિવાય કે સુશર્મા જેવો કોઈ શત્રુ ગાયોનાં ધણ વાળી ગયું હોય અને એને પાછાં લઈ આવવા માટે યુદ્ધ કરવું પડે !) રાજા વિરાટ મહલકુસ્તીઓ જોવામાં તેમજ પશુઓને લડાવવામાં કાઢે છે. છેલા રોમન સમ્રાટો પણ આમ જ કરતા અને પાછળના વખતના મુગલ શહેનશાહોને પણ આ જ વિદવ્યાપાર હતો. કોઈ કોઈ વાર વાર એક રાજ્યને મલ બીજા બધાં રાજ્યોના મલેને પડકારી, હરાવી, વિજેતાનું પદ પ્રાપ્ત કરવા આખા ભારતમાં ભ્રમણ કરતો.
સંગીત અને નૃત્ય પણ સારી પેઠે વિકસ્યાં હશે. એની એટલી બધી સામાજિક પ્રતિષ્ઠા હશે કે રાજકન્યાઓને પણ સત્તાવાર અને જાહેર રીતે તેની તાલીમ આપવામાં આવે.
સુદેણું એ વિરાટની બીજીવારની પત્ની છે. ઉમરે નાની છે. એને ભાઇ કીચક એટલે કે રાજાનો સાળા એ જ રાજયમાં કર્તાહર્તા છે. સેનાપતિ પણ તે જ છે. એના અનેક નાના ભાઇઓ રાજ્યમાં જુદે જુદે સ્થળે અમલદારી કરે છે. હકીકતમાં મત્સ્ય દેશનું રાજ્ય એ રાણીનું અને રાષ્ટ્રના ભાઈઓનું રાજ્ય છે. રાજાને ઘણોખરો વખત ચોપાટ કે શેતરંજ રમવામાં, “સભાસ્તાર”ની સાથે ગોઠડી કરવામાં અને દરબારમાં આવી ચઢેલા કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com