________________
૨૭૩
બૃહન્નલા” નામે નપુંસક રૂપે (પાયા રૂપે ) પોતે વિરાટના અંતઃપુરમાં વિરાટની રાજકુમારી ઉત્તરા તથા અન્ય નગરકુમારિકાઓને ગીત-નૃત્ય આદિ શિખવવા માટે નિમાવાની ધારણા રાખે છે. સહદેવ ગૌશાળાના નિયામક તરીકે અને નકુલ અશ્વશાળાના વડા અધિકારી તરીકે, “ગ્રંથિક' અને “તંતિપાલ” એવાં નામે, અનુક્રમે, ધારણ કરીને રહેશે. અને છેલ્લે ૌપદી વિરાટની પત્ની સુદેણાની સંરસ્ત્રી તરીકે એટલે કે અંગત પરિચારિકા તરીકે રહેવાને પોતાનો નિશ્ચય જાહેર કરે છે.
આ પછી તેમણે પોતાના અગ્નિહોત્રો પુરોહિત ધયને સોંપ્યા અને એમને દ્રુપદને ત્યાં રહેવા મોકલી આપ્યા. દસેન વગેરે પિતાના સારથિ ને તેમણે દ્વારકામાં મોકલી આપ્યા.
દ્રૌપદીની સાથે રહેતી તેની સેરબ્રીઓને પણ તેમણે કુપદના પાંચાલ દેશમાં મોકલી આપી. બધાંને તેમણે સુચના આપી કે કોઈ પૂછે તો કહેવું કે “પાંડવો તો અમને દૈત વનમાં છોડીને ક્યાંક ચાલ્યા ગયા. એ કયાં ગયા તેની અમને ખબર નથી એ કયારે નીકળી ગયા તેની પણ અમને ખબર
નથી.”
જતાં જતાં પુરોહિત ધૌમ્ય પાંડવોને રાજદરબારમાં કેવી રીતે રહેવું તેની શિખામણ આપે છે, આ વાંચીને કોઈને કદાચ નવાઈ પણ લાગે, કે જે જન્મથી જ રાજાઓ છે એમને વળી આવી શિખામણની શી જરૂર ! પણ એને ખુલાસો એ છે કે અત્યાર સુધી પાંડવો જાતે જ રાજાઓ હતા, જ્યારે હવે એમને કાઈ બીજ રાજાના નોકર થઈને રહેવાનું હતું !
પાંડ વિરાટન રાજ્યમાં એટલી સહેલાઇથી ગોઠવાઈ જાય છે કે વાંચનારને ઘણી યે વાર શંકા પણ આવે કે રાજા વિરાટ જાતે આ કાવતરામાં શામેલ નહિ હોય ને ? કે બધું જાણતો હોવા છતાં અજાણ્યા હોવાને ડાળ તે એ નહિ કરતો હોય ને ! થોડા જ કલાક દરમિયાન પાંચ વિચિત્ર અને “પરદેશી” પુરુષ અને એવી જ એક વિચિત્ર અને પરદેશી સ્ત્રી રાજ્યની હદમાં દાખલ થાય, એટલું જ નહિ, પણ ખુદ રાજસભામાં આવી રાજાની સાથે વાતચીત કરી સરકારી નોકરીમાં દાખલ પણ થઈ જાય, અને છતાં આ બનાવની પાછળ કંઈક ભેદ જેવું લાગે છે એવી ગંધ પણ કાઇને ન આવે એ જરા આશ્ચર્યકારક તે લાગે જ છે. સંભવ છે કે રાજા વિરાટ પોતાના સાળા કીચકના હાથમાં બધા કારભાર સોંપીને લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com