________________
ઉર્વશી : હિમાલયની ગોદમાં પેલા ઋષિએ મારું સર્જન કર્યું. ત્યારથી
આજ સુધીમાં કોઈ પુરુષ કે દેવે સુદ્ધાં મારા પર આવું સર્વભક્ષી કામણ કર્યું નથી, અને આવી નિરાશા પણ મને કદી સાંપડી નથી. ત્રણેય લોક જેને રૂપની પ્રશંસા કરે છે એવી હું...કામથી ઉદ્દીપ્ત, સામે ચાલીને તારી પાસે આવી...રાત્રિના એકાંતમાં... છતાં તું....! નપુંસક સિવાય ભાગ્યે જ આટલો સંયમ કોઈ દાખવી શકે. હું તને શાપું છું, ધનંજય, હું તને શાપ આપુ નપુંસકત્વને ! સંકલ્પ કરીશ ત્યારે નપુસકત્વ આવીને તારી
કાયાને કબજે લઈ લેશે, એક વરસ માટે... અર્જુન તથાસ્તુ. મા ! ઉર્વશીઃ (ક્રોધને ઊભરે શમવા માંડતાં) ક્રોધના આવેશમાં મેં મહાન
અનર્થ કર્યો, ધનંજય ! મને ક્ષમા કરજે, અને મને ક્ષમા કરી છે તેની પ્રતીતિ મને થાય તેટલા માટે કોઈ પણ બે વરદાન
મારી પાસે માગી લો ! અજુ ન : તો પહેલું એ માગું છું, મૈયા, કે આપની પાસે સમગ્ર કલા
કલાપ-નૃત્યગીતાદિ મને પ્રાપ્ત થાઓ. ઉર્વશી : તથાસ્તુ ! અજુન ? અને બીજું એ મેવા, કે એક વાર મને....... “બેટા” કહીને
બોલાવે.... ઉર્વશી : બેટા ! બેટા..
( અથુઓ ને ડૂસકાં વચ્ચે પૂર્વદશ્ય સમાપ્ત થાય છે.) યુધિષ્ઠિર અભુત ! અદ્ભુત ! અદ્ભુત ! દ્રૌપદી ધનંજયને માથે..... યુધિષ્ઠિર શું કહેવા જતાં હતાં, પાંચાલી ? અટકી કેમ ગયાં ? દ્રૌપદી : હું એમ કહેવા જતી હતી, આર્ય પુત્ર, કે ધનંજય પર આખું
સ્ત્રીજગત આમ ઓળઘોળ શા માટે થઈ જાય છે !...ગંગાકારે ઉલૂપી, મણિપુરમાં ચિત્રા, રેવતક પર સુભદ્રા. એનું કારણ..?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com