________________
૨૬૯
અજુન દેવી દેવી..દેવી... આ શું કરે છે, દવ ! ઉર્વશી : સાગરને જોતાંવેંત સરિતા જે કરે તે! (નૃત્ય) નાહક શા માટે
સંકોચ કરે છે, ગાંડીવ–પાણિ મહારાજ ઈન્દ્ર મને આપના રંજનાથે જ મોકલી છે. અને સાચું જ કહું છું ..મહારાજે મને આદેશ ન આપ્યો હોત તો પણ હું આવત, વસંતની પાસે જેમ સૌંદર્યશ્રી આપે આપ આવે તેમ કામદેવની પાસે જેમ રતિ આવે તેમ ! હું આપની જ થઈ ચૂકી છું. આજ સાંજે હું
નૃત્ય કરતી હતી તે વખતે જે ભાવથી તમે મને. અજુનઃ આપની કંઈક ગેરસમજ થઈ રહી છે, દેવી ! ઉર્વશી ગેરસમજ ! પુરુષોની આંખોને ઓળખવામાં...કોઈ સામાન્ય
અસરા પણ ભૂલ ન કરે, ત્યાં હું, ઉર્વશી, ભૂલ કરું ? તમે
સત્કંઠ નયને મારા અંગે અંગને પી રહ્યા હતા, તે વખતે! અને તે એ જોઈ રહ્યો હતો, દેવી...કે પૌરવકુલની માતા કેટલી
સુંદર છે,... મા ! ઉર્વશી (સાઘાત) મા ? અનઃ હું પૌરવ કુલ છું, મા ! અને આપ પૌરવકુલની માતા
છે...પુરુરવા અને આપની પ્રમગાથા બ્રહ્માંડભરમાં પ્રસિદ્ધ છે. આપનું નામ સાંભળ્યું કે તરત જ મારી આંખો ઊંચી થઈ, પૌરવકુલનાં આઘજનની કેવાં સુંદર છે તે નયનભરીને નીરખવા
માટે, મા ! ઉર્વશીઃ મા? ( ડૂસકાં) અજુનઃ ક્ષમા કરે, મા ! ઉર્વશી : ક્ષમા તો મારે માગવી ઘટે, ધનંજય, પણ મારા અણુ અણુમાં
અત્યારે કારમી વ્યથા ભડભડે છે, ધનંજય; ના ના, પશ્ચાત્તાપની નહિ, અતૃપ્ત વાસનાની ! હું ક્ષમા નથી આપી શકતી ધનંજય,
શાપ આપું છું. અનઃ આપને શાપ પણ મારે માટે અમૃતવૃષ્ટિ બનશે, મૈયા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com