________________
૨૩૪
પિતાના પ્રેમની સરખામણીમાં કેવો હશે તેનું કુતૂહલ તો રહે જ છે. આવું જ કોઈ કુતૂહલ સત્યભામાને થયું હશે.
સત્યભામા પૂછે છે : “ લોકપાલની શકિતવાળા આ પાંચે ય મહાવીરને તું કેવી રીતે વશમાં રાખે છે, હે દ્રૌપદી, એ મારાથી સમજાતું નથી. તો એ જ જોઉં છું કે પાંડવો પ્રત્યેક પળે તું જે સૂચન કરે છે તેને આનંદ -ભેર ઉપાડી લે છે. તે તારામાં એવું તે કર્યું કામણ છે એ મારે જાણવું છે! તારી પાસે કોઈ જડીબુટ્ટી તો નથી ? કઈ મંત્રનો પ્રયોગ તે તે તારા આ પાંચેય પતિઓ ઉપર કર્યો નથી ? કારણ કે હું જ્યારે જયારે જોઉં છું ત્યારે ત્યારે તેઓ તને જ જોતા હોય છે તેને જોતાં જાણે ધરાતા જ નથી ”
સત્યભામાની વાત સાંભળીને દ્રૌપદી હસી પડે છે. “ જે પ્રેમને આધાર ” તે કહે છે, “જંગલની કઈ જડીબુટ્ટી ઉપર અથવા જાદુગરના કઇ મંત્ર ઉપર હોય, એ પ્રેમ નહિ, પરંતુ પ્રપંચ છે અને એવા પ્રપંચ દ્વારા તો સ્ત્રી પોતાના પ્રેમીને ઉલટાને ખોઈ બેસે છે. પણ મને લાગે છે કે પ્રેમની આ પારાયણ હું તમારી પાસે અમસ્તી જ ગાવા બેઠી છું, કારણ કે પાંડવે મારે વશ હોય કે ન હોય, કૃષ્ણ તો તમારે વશ છે જ.”
પણ આપણે હવે પ્રેમની આ પારાયણને છોડીને કથાના પ્રવાહ સાથે આગળ વહીએ.
દુર્યોધન જેવો ઈર્ષાળુ અને ખંધે માણસ પોતે જેમને પોતાના જાની દુશ્મન માને છે તે પાંડવોની હિલચાલ ઉપર હસ્તિનાપુરમાં બેઠે બેઠે પણ નજર નહિ રાખતા હોય એમ માનવાનું કશું જ કારણ નથી. પાંડવોની આસપાસ તેણે જાસૂસોની એક બારીક જાળ બિછાવી છે. તેમની પાસે કેણ આવે છે ને કે તેમની પાસેથી જાય છે –બધી જ બાતમી આ જાસૂસ મારફત હસ્તિનાપુરની રાજસભામાં પહોંચે છે.
પાંડવે હિમાલય ઉપરથી ઊતરીને કામ્યક વનમાં આવ્યા છે એવી ખબર મળતાં સૌથી પહેલાં તો ધૃતરાષ્ટ્ર ચાંકી ઊઠયો. આમે ય પાંડવો પોતાના પુત્રો કરતાં વધારે શકિતસંપન્ન છે એ તો તે જાણતા જ હતા; તેમાં વળી અર્જુન હવે સ્વર્ગમાં વસી દિવ્ય શસ્ત્રાસ્ત્રોની સાધના કરી આવ્યો છે એ જાણતાં વેંત તેને ખૂબ સંતાપ થવા લાગ્યો. વનવાસનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com