________________
૨૩૫
બાર વરસ પૂરાં થવા આવ્યાં હતાં. અજ્ઞાતવાસનું તેરમું વરસ તે પાંપણના પલકારામાં પૂરું થઈ જશે. પછી ? પછી શું ? તેની અંધ આંખે ભય અને ખેદથી છળી ઊઠે છે. પિતાના સાળા શકુનિને ખાનગીમાં બોલાવીને તે આ વ્યતાને વ્યકત પણ કરે છે, પણ તેનું પરિણામ ઊલટું જ આવે છે.
ધૃતરાષ્ટ્રનું ઢીલાપણું શકુનિ કર્ણને કહે છે. દુર્યોધન ઢીલો પડવા માગતો હોય તો પણ કર્યું તેને ઢીલો પડવા દે એમ નથી એ શકુનિ જાણે છે. પછી કર્ણ, શકુનિ અને દુઃશાસન ત્રણે ય મળી દુર્યોધનને સમજાવે છે, “જેજે, અર્જુન સ્વર્ગમાં જઈને દિવ્ય શસ્ત્રાસ્ત્રો લઈ આવ્યો છે એવી વાત સાંભળીને ડોસો ગભરાય છે. તેને પણ તે ગભરાવવાને પ્રયત્ન કરશે.”
બેફિકર રહેજે, મુરબી અને દોસ્તો,” દુર્યોધન જાંઘ ઠેકીને જવાબ આપે છે, “પાંડવો સાથે હવે સંધિ આ ભવે તો શક્ય જ નથી.”
પણ સારો રસ્તો એ નથી કે હજુ તેઓ વનમાં છે, ત્યાં જ આપણે તેમને ફેંસલ કરી નાખીએ?” કર્ણ સલાહ આપે છે.
“પણ કેવી રીતે ?”
“તેઓ ગમે તેમ તો પણ વનવાસી છે અને એકલા છે; જ્યારે આપણી પાસે જબરદસ્ત લશ્કર છે. મારી તે તને એક જ સલાહ છેઃ લાગ જોઇને આપણે તેમના ઉપર લાવલશ્કર સાથે તૂટી પડવું અને તેમને ખતમ કરી નાખવા–કામ્યક વનમાં જ.”
પણ ડોસો આપણને ત્યાં જવા દે ખરા? ” દુઃશાસને મુશ્કેલી બતાવી. “ડોસાને કહેવું જ શું કામ ?” કણે ચતુરાઈનું પ્રદર્શન કર્યું.
“પણ એમ તો ડોસો કંઈ કમ નથી હે, કર્ણ ! છે ભલે પ્રજ્ઞાચક્ષુ, પણ આસપાસ જે બનતું હોય છે તેમાંથી કશું જ એની નજર બહાર નથી હોતું. વળી પેલા બે છે ને, પહેરેગીરો !”
ભીષ્મ અને વિદુર ?” દાંત કચકચાવીને કણે ફેડ પાડયા. ભીમ અને વિદુર ઉપર તો એને અગાધ ચીડ હતી.
એક યુકિત બતાવું ?” શકુનિ, દુઃશાસન અને દુર્યોધન ત્રણેય સામે જોઈને તેણે બહુ જ ધીમા અવાજે કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com