________________
૨૪૭
,,
એક ચેતવણી આપે છે, આડકતરી. એ ચેતવણી ખસેા ને એગણસાઠમા અધ્યાયના પહેલા લેાકમાં વપરાયલા એક શબ્દમાં રહેલી છે, એ શબ્દ છે—છળ એટલે કે “ મુશકેલીથી; માંડમાંડ; ” “અનેક આપત્તિએ
'
,,
વચ્ચે.'
અગિયાર વરસ મહામુસીબતે પસાર થયાં. તેમની નજર તેરમા વરસની પૂર્ણાહુતિ ઉપર હતી. કયારે અજ્ઞાતવાસનું વરસ પણ પુરુ થાય, અને કયારે ખાયેલું રાજ્ય પાછું હાથમાં આવે ! યુધિષ્ઠિરને તેા બાપડાને એમ જ થયા કરતુ હતું કે જુગાર રમવાની પેાતાની નખળાઈના કારણે ભાઇ તથા પત્નીને પાતે દુઃખના સાગરમાં ડુબાડવા. રાતે એને નિરાંતની ઊંધ ભાગ્યે જ આવતી. દ્યૂત પ્રસંગે કહ્યું` જે કઠોર વેણા ખેલ્યા હતા, તે ઝેર પાયેલાં તીર થઇને એના હૃદયને વીંધતાં હતાં.
જ્યારે જ્યારે આવી ધાર નિરાશા પાંડવેાના આત્માને નિરુત્સાહી બનાવે છે ત્યારે ત્યારે મહિષ વ્યાસ પોતાની મેળે જ પાંડા પાસે આવે છે. આ વખતે પણ તેઓ ત્યાં આવ્યા. “ બેટા યુધિષ્ઠિર,” પાંડવાને અતિથિસત્કાર સ્વીકાર્યા પછી તેમણે એકાન્ત શાંત સ્થળમાં તેમને ભેગા કરીને સમજાવ્યું:
kr
ધર્માચરણ કરનારાઓમાં તું શ્રેષ્ઠ છે; અને શક્તિશાળી પણ એવા જ છેા. છતાં એક વાત તને ખટકતી હશે કે વિધાતાની આ તે કેવી અવળચડાઈ, કે લુચ્ચાએ મેાજ કરે, અને પ્રામાણિક માણસે આપત્તિ વેડે ! પણ હું તને એક વાતની ખાતરી આપું છુ, બેટા, મારા લાંબા જાતઅનુભવ ઉપરથી, કે આ જગતમાં તપ કર્યા વગર મહાસુખ કાઇને યે સાંપડતું નથી. વળી સુખ શું, કે દુ:ખ શું, દુનિયામાં કાઇ પણ દશા અનંત નથી, ચક્ર ફર્યા જ કરે છે, અને માણસની વીરતા, સુખ અને દુઃખ બંનેને સમાન ભાવે બરદાસ્ત કરી લેવામાં છે.”
તપમાંથી દાનની વાત નીકળે છે અને તેમાંથી, દાનના ઉત્તમ દ્રષ્ટાન્ત લેખે, ક્રોધ-પ્રસિદ્ધ દુર્વાસાએ મુદ્ગલ નામના મુનિની કેવી આકરી કસેટી કરી હતી, અને એ કસેટીમાંથી મુદ્ગલ કેવી યશસ્વી રીતે બહાર પડવા હતા તેની વાત આવે છે.
મુદ્ગલની વાત, ઘટનાના સ્વરૂપની દ્રષ્ટિએ નહિ, પણ પ્રયેાજનની 'દ્રષ્ટિએ બાઇબલમાં અયુબની કથા આવે છે એને મળતી છે. અયુબ એક ઇશ્વરપરાયણ અને ધૈર્યનિષ્ઠ માનવી છે. એક સજ્જન તરીકે એની ખ્યાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com