________________
૨૬૧
પુરુષ અને સ્ત્રી..અરે ભૂલ્યા, સ્ત્રી અને પુરુષ એમ જ માનતાં
હોય છે કે યુદ્ધ વગર ધર્મનું રક્ષણ થાય જ નહિ ! અજુનઃ પણ અધર્મ એ ન જ માને, કેઇ પણ રીતે, ત્યારે યુદ્ધ સિવાય
બીજો કાઈ રસ્તો ખરો ? દ્રૌપદી : સાક્ષાત ધર્મની મૂર્તિ સમા આ તમારા મોટા ભાઈને જ પૂછી
જુઓ ને, ધનંજય. એમનું ચાલે તો આપણા સૌના હાથમાં દંડ
અને કમંડલ જ આપે, દુર્યોધન સામે લડવાને બદલે ! યુધિષ્ઠિરઃ તમે મને અન્યાય નથી કરતાં, દેવી ? યુદ્ધને અવસર વિભા
થયા હોય અને મેં પાછી પાની કરી હોય એવું એક પણ પ્રસંગ બતાવશે ?
(પદી અને ભીમ ખડખડાટ હસે છે. ) દ્રૌપદી : અવિનય માટે ક્ષમા કરજે, મહારાજ, પણ એ પ્રશ્ન તમે મને
પૂછવા કરતાં આ મારા ચેટલાને પૂછો તો વધુ સારું. યુધિષ્ઠિર: તમે શું કહેવા માગો છો એ હું બરાબર સમજું છું, દેવી; પણ
તે વખતે મારા હાથ ધર્મથી બંધાયેલા હતા. બાર વરસ વનવાસ
અને તેરમું વર્ષ અજ્ઞાતવાસ..એ શરત મેં સ્વીકારી હતી. વિૌપદી : પુ શરત કરે, અને...અને સ્ત્રીઓ...કયાં ગયા પ્રવકતા ?
૯ કેમ કે બેલતા નથી ? પ્રવક્તા: મહારથીઓ લડે તેમાં મારું કામ નહિ, કૌપદીજી! દ્વારકાને
કૃષ્ણ હોત, તો તમને કદાચ, જે જવાબ તમે માગો છો, તે
મળી જાત ! દ્રૌપદી : એ એક જ પુરષ છે, અમારાં સૌમાં ! પાંચેય પાંડવે : (સાથે) એટલે ? અમને સૌને સ્ત્રીઓમાં... ૌપદી : હું સ્ત્રીઓનું અપમાન કરવા નથી માગતી, આર્યપુત્રો ! પણ
જેમની ગદા વિશ્વમાં વિખ્યાત છે એવા આ વૃકાદર, જેમના ધનુષ્યના ટંકારે દિગતો ડોલી ઊઠે છે–એમ કહેવાય છે !-એવા આ ગાંડીવપાણિ, જેમનાં કૃપાણો પાસે ઐરાવત પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com