________________
૨૬૫
પાસે વિરાટના અંગત મંત્રી તરીકે, આખી દુનિયાની નજર પડે એ રીતે રહેશે, છતાં કોઈને શંકા નહિ જાય ! કારણ કે એમનું આ ભવ્ય અને ઉન્નત અને કપૂર-ગૌર કપાળ, માનસ સરોવરના નિર્મળ નીર જેવી એમની આ શાન્ત, સ્વચ્છ, શ્રદ્ધા–પ્રેરક દષ્ટિ, અંતે ધર્મને જ જાય છે એવો જાપ નિરંતર જપતા હોય એવા દેખાતા એમના સ્વસ્થ અને અચંચલ હોઠ–બધાં ઉપર ઉગ્ર
ક્ષત્રિયત્ન કરતાં સૌમ્ય બ્રાહ્મણત્વની છાપ ઘણી વધારે છે. યુધિષ્ઠિરઃ આ જ વાત જો પાંચાલીએ કરી હત, અર્જુન, તે મને એ
મશ્કરી જેવી લાગત! પણ વાત સાચી છે. શસ્ત્રો કરતાં શાસ્ત્રો
પર મને વધારે શ્રદ્ધા છે. યુદ્ધ કરતાં શાંતિ અને વધારે પ્રિય છે. દ્રૌપદી : પણ સત્યવચનના તમારા વતનું શું થશે ? પ્રવક્તા : એને જવાબ હું આપું, એમના અંતઃકરણના પ્રતિનિધિ તરીકે ?
હકીકતમાં એ જૂઠું બોલવાના જ નથી ! યુધિષ્ઠિર, યુધિષ્ઠિરના
ખાનગી મંત્રી હતા, અને છે, એમ કહેવામાં અસત્ય કયાં આવ્યું ? દ્રૌપદી : છતાં એની પાછળ વૃત્તિ તો કંક છુપાવવાની ખરી ને ? પ્રવક્તા : ખરી! પણ તેની પાછળ વિરાટને કશું નુકસાન પહોંચાડવાને
ઈરાદે નથી....અને નુકસાન પહોંચતું યે નથી. યુધિષ્ઠિર છતાં એટલી વાત ચોક્કસ, પ્રવક્તાજી...કે... પ્રવક્તા કે મારે બચાવ કરવો પડે છે તમારે ! પણ આ જગત જ એવું
' રચાયું છે–જેમાં નર્યું, નગ્ન, નિર્વસ્ત્ર સત્ય.... યુધિષ્ઠિર માટે જ તો શાસ્ત્રમાં કહ્યું છે ને..... ત્રિૌપદી : બસ, બસ, બસ ! હવે આગળ વધીએ. યુધિષ્ઠિર તો આટલી વાત નક્કી થઈ પાંચાલી, કે તમે, સહદેવ, નકુલ,
ભીમ અને હું –એટલા તો વિરાટના ઉદરમાં એક વરસ માટે નિરાંતે
સમાઈ જઈશું. સવાલ જ હોય તો...એક આ અર્જુનને છે. દ્રૌપદી : હું એ જ કહેતી'તી. લાખમાં એકાદ પાસે પણ માંડ હોય એવા
વ્યક્તિત્વવાળા આ ધનંજય વિરાટનગરમાં કેવી રીતે છૂપા રહી શકશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com