________________
૨૫૩
પિતાને વતન પાછો ફરવાને બદલે તે ગંગાધાર જાય છે. ત્યાં આગળ તે શિવની આરાધના કરે છે. શિવ પ્રસન્ન થાય છે અને વરદાન માગવાનું કહે છે. જયદ્રથ પાંચે પાંડવોને નાશ કરવાની શકિત માગે છે. શિવ તેને સમજાવે છે કે એ શક્ય જ નથી, કારણ કે અર્જુન કૃષ્ણને સાથી અને સખા છે. અર્જુન સિવાય બાકીના ચાર ભાઈઓને નાશ કરવાની શકિત શિવ તેને આપે છે.
શિવ પાસેથી આવું વરદાન પામવા છતાં જયદ્રથ ચારેયમાંથી એકકેય પાંડવોને શા માટે ન મારી શકે, અને શા માટે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને હાથે તે મરાયે તેને ખુલાસો યથાસ્થાને આવશે.
૮૩. વનવાસના છેલ્લા દિવસો
અનેક મનોરંજક અને નીતિબોધક કથાઓથી ભરેલા વનપર્વની પૂર્ણાહુતિ વ્યાસજી સુંદર રીતે કરે છે. જયદ્રથવાળા પ્રસંગ પછી પાંડવો કામ્યક વનમાંથી ફરી પાછા દૈતવનમાં આવ્યા છે. ત્યાં તેમની જીવનચર્યા યથાપૂર્વ ઇશ્વરપાસના, મૃગયા અને આખ્યાન-શ્રવણ આદિ નિત્ય-નૈમિત્તિક કાર્યોમાં વહેતી જાય છે. વનમાં પણ રાજધર્મ તેઓ ચુક્તા નથી. સંકટગ્રસ્ત એવાં સૌના તેઓ આશ્રયસ્થાન છે. અન્ન દ્રવ્ય સહાય-કંઈ પણ મનમાં લઇને આવેલ કોઈ પણ માણસ તેમને આંગણેથી ખાલી હાથે કદી પાછો ફરતો નથી.
એક દિવસની વાત છે. એક બ્રાહ્મણ આવ્યા. આવતાંવેંત તેણે ધા નાખીઃ “મહારાજ, એક મૃગ અગ્નિ પ્રગટ કરવાની મારી અરણી લઈને નાસી ગયો છે. એ અરણી જયાં સુધી મારા હાથમાં પાછી નહિ આવે ત્યાં સુધી અગ્નિહોત્ર મારાથી થઈ શકશે નહિ, અને અગ્નિહોત્ર વગર, છને અને મારે ઉપવાસ કરવા પડશે.”
“તો હવે આપ શું ચાહે છે, મહારાજ ?” યુધિષ્ઠિરે પૂછ્યું.
મારી અરણું મને પાછી લાવી આપો,” બ્રાહ્મણે જવાબ આપ્યો. “કેવી રીતે ?”
“એ મૃગને, એ જયાં હોય ત્યાંથી શોધીને. આપના જેવા મૃગયાપ્રવીણોને માટે આ કામ જરાયે મુશ્કેલ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com