________________
૨૫૬
“શરવ અહીં નકામી છે, પાર્થ, ” તે જ અવાજ ફરી તેના કાને પડયા. “ પાણી પીવું હોય અને ભાઈઓ માટે લઈ જવું હોય, તો પહેલાં મારા પ્રશ્નોના ઉત્તરો આપ; નહિતર જેવી દશા આ નકુલ અને સહદેવની થઈ છે એવી જ તારી સમજી લે !”
વ્યાસજી કહે છે, કે આ ચેતવણું ન ગણકારતાં અર્જુને પાણી પીવા માંડયું અને તે પણ ઢળી પડશે.
“ ભીમ” પેલા ઝાડની છાયામાં યુધિષ્ઠિરે પોતાના બાકી રહેલા એક ભાઈને કહ્યું: “ આ શું કૌતુક છે? જે જાય છે તે ત્યાં જ રહે છે! તું જા તો જરા ! જોઈ તો આવ અને પાણી પણ પી આવ, અને તે પણ આવ અને સૌને તેડતા પણ આવ.”
ભીમ આમેય અધીર થઈ ગયા હતા, તૃષા અને કુતૂહલ બંનેને લઇને તે દોડે પણ તળાવમાં પહોંચતાં વેંત તેની પણ એ જ દશા થઈ.
આખરે યુધિષ્ઠિર તે જ ઊઠયા. સૌ ભાઈઓ જે દિશામાં જઈને ખવાઈ ગયા હતા, તે દિશામાં ચાલ્યા. થોડીક વાર ચાલ્યા હશે, ત્યાં તેમણે પેલું રમણીય તળાવ જોયું અને કાંઠે પોતાના ચારે ય ભાઈઓને ઢળેલા જોયા.
અને તેમણે વિલાપ કરવા માંડયો.
ચાર ચાર ભાઈઓના આમ અચાનક થયેલ મૃત્યુને આઘાત રૂદન વાટે થોડોક હળવો ર્યા પછી તેમણે વિચાર કર્યો; આમની આવી દશા શી રીતે થઈ હશે ? કઈ શસ્ત્ર વાગ્યાનાં એંધાણે નથી એમનાં અંગે પર. નથી કેાઈ ત્રાહિતનાં પગલાંની પંકિતઓ પણ, આ ધરતી પર. આ પાણીમાં તે કંઈ દળે નહીં હોય ? પી જોઉં ત્યારે ખબર પડે. દુર્યોધને એમાં ઝેર તે નહિ ભેળવ્યું હોય ! કે પછી શકુનિ, જેને કાર્યાકાર્ય બધું જ સરખું છે, એણે કઈ તર્કટ રચ્યું હશે
પછી વધુ વિચારતાં લાગ્યું કે ના. ના, વિષને પ્રવેગ તે અહીં નથી જ થયા. કારણ કે ચારેય ચાર ભાઈઓની મુખાકૃતિ, મૃત્યુની સ્થિતિમાં પણ, એવી ને એવી જ સૌમ્ય છે છતાં ચાલ, જેઉં તો ખરો !
તળાવનાં પાણીમાં યુધિષ્ઠિર ઊતર્યા. થોડાંક પગલાં પાણીમાં ભર્યા હશે ત્યાં એ જ અવાજ એમને કાને પડયે : “સાવધાન ! મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર પાણી પીશ અથવા લઈશ, તો તારી એજ દશા થશે, જે તારા ભાઈઓની થઈ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com