________________
૨૫૪
પાંચ ભાઈઓ ઉપડયા. બ્રાહ્મણે ચીધેલ દિશામાં તેઓ મૃગની શોધ કરવા લાગ્યા. ઘડીક એકાદે મૃગ તેમને દેખાય પણ ખરો, પણ ઘડીક પછી પાછો એ અદશ્ય પણ થઈ જાય. સવારમાં નીકળેલા તે ઠેઠ આવી દોડાદોડીમાં બપોર થવા આવી. સૂર્ય જાણે આગ વસાવતો હતો. નીચે ધરતી, ઉપર આકાશ અને ચારે ય દિશાઓ-સુષ્ટિ આખી જાણે માનવીને રોકવા માટેના કાઇ વિરાટયંત્રમાં ફેરવાઈ ગઈ હતી.
આવામાં તરસ લાગે એમાં નવાઈ શી? અને જળાશયોની કોણ જાણે કેમ પણ એક ખૂબી એ હોય છે કે તરસ લાગે ત્યારે એ દેખાતાં જ નથી !
જરા આ ઝાડ ઉપર ચડીને જો, ભાઈ નકુલ,” યુધિષ્ઠિરે આદેશ આપ્યો, “આટલામાં કાઈ જળાશય છે ખરું? કઈ નદી, કોઈ તળાવ, કાદ' , કાઈ વાવ ?”
યુધિષ્ઠિરના શબ્દો પૂરા બોલાઈ રહે તે પહેલાં તો નકુલ એક ઊંચા ઝાડની ઊંચામાં ઊંચી ડાળી ઉપર ચડી ગયો અને ગીધની–કે ગરૂડની ? -નજરે તેણે ચારે દિશાઓને ફંફેસવા માંડી.
છે કંઈ?” નીચે તરસથી તરફડતા ભાઈઓમાંથી એક જણે અધીરાઈ બતાવી.
એ...ય આથમણી દિશામાં થોડેક દૂર એક જળાશય જેવું કંઇક દેખાય છે ખરું,” નકુલે કહ્યું.
અને પછી ત જ પળે ઉમેર્યું: “જળાશય જ છે; એ સ્થાને ભેગાં થતાં હજારે પક્ષીઓ ઉપરથી હું કહી શકું છું.”
અને પછી ઝાડ પરથી નીચે ઊતરી મટાભાઈ યુધિષ્ઠિરની સામે હાથ જોડીને તેણે વિનંતી કરી, “તમે રજા આપતા હો, વડીલ, તો તમારા સૌ માટે હું પાછું લઈ આવું. બહુ દૂર નથી.”
ભલે. અને તું પીતા પણ આવજે.” યુધિષ્ઠિરે આજ્ઞા આપી. અને નકુલ જળાશયની દિશામાં અદશ્ય થઈ ગયો.
એનું અવલોકન સાચું જ હતું. ખરે બપોરે વસંતઋતુની ચાંદની-ધવલ મધરાતની યાદ આપે એવી શીતલતાને અનુભવ કરાવતું, ચારે બાજુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com