________________
૨૫૧
એવાં લગ્નને પ્રમાણમાં ઊંચી કોટિનાં માનવામાં આવ્યાં છે તે આપણું તે વખતની સંસ્કૃતિની પ્રકૃતિ ઉપર ઠીક ઠીક અજવાળું પાડે છે.
પણ આ પ્રકરણમાં આપણે જે હરણની વાત કરવા માગીએ છીએ તે તો નિઃસંશય રીતે હલકામાં હલકી, ગુન્હાહિત કેટિનું છે. ચોરી, લૂંટ અને ખૂ ન કરતાં પણ જેને નીચું સ્થાન આપવામાં આવે એવા અપરાધની કોટિનું છે. રાવણે સીતાનું હરણ કર્યું હતું તેના કરતાં પણ વધુ અધમ કેટિનું આ હરણ હતું ; કારણ કે રાવણપણે તો એક બચાવ જેવું પણ હતું. રામે રાવણના સ્વજને ખર અને દૂષણને મારી નાખ્યા હતા અને તેની બહેન શુર્પણખાને અપમાની હતી. રાવણના સતા-હરણની પાછળ વૈર-તૃતિને હેતુ હતો.
પણ અહીં કોમ્પકવનમાં પાંડવો રહેવા આવ્યા, તે પછી થોડાક જ વખતમાં દ્રૌપદીનું હરણ થયું તેની પાછળ તે નરી વોનપશુતા ( Sexual beastliness ) જ હતી.
પહેલાં તે હરણ કરનાર પાત્રને જોઈએ. એ સિધુ-સૌવીર દેશોને રાજા જયદ્રથ છે. પરણેલો છે. દુર્યોધનને બનેવી છે. ધૃતરાષ્ટ્રને જમાઈ છે.
એ ફરી વાર પરણવા નીકળેલ છે. કટિકાર્ય વગેરે તેના ખંડિયા રાજાઓ તેની સાથે છે. શાવ દેશમાં કોઈ રાજકન્યા સાથે તેનું વાગ્દાન થયું છે. તે રાજકન્યાને એ પરણવા જઈ રહ્યો છે, જાન જોડીને.
વચ્ચે કામ્યકવન આવે છે. જયદ્રથને રસ્તો પાંડવોના નિવાસસ્થાન પાસે થઈને જાય છે, જયદ્રથ જયારે ત્યાં આગળ આવે છે, ત્યારે એ નિવાસસ્થાનમાં શૈપદી એકલી છે. પાંડ મૃગયાર્થે ગયેલા છે. ધમ્ય પુરોહિત અને બીજા બ્રાહ્મણો તેમજ પરિચારકે તથા પરિચારિકાઓ, અલબત્ત સ્થળ ઉપર જ છે. બારણે ઉભેલી દ્રૌપદી ઉપર જયદ્રથની નજર જેવી પડે છે તે જ તે કામવિવશ બને છે. આવું દેહસૌન્દર્ય જાણે તેણે પૂર્વે કદી જોયું જ નથી. થોડેક આઘે જઈને કાટિકાર્યને તે પાછો મોકલે છે–-રૂપની એ રાણું કોણ છે તે જાણું લાવવા અને પરિસ્થિતિને અભ્યાસ કરવા.
જ્યારે ખબર મળે છે કે પેલી સ્ત્રી દ્રૌપદી છે અને એના પાંચ પતિઓ અત્યારે આશ્રમની બહાર છે ત્યારે જયદ્રથને લાગે છે કે વરે જ તેને આ તક આપી છે. પાછા વળીને તે દ્રૌપદી પાસે જાય છે. પહેલાં તે તે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat