________________
૨૪૯
મુનિએ દુર્વાસાના દેખતાં જ દેવદૂતને અને એના વિમાનને પાછું વાળ્યાં.
જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી એવા પદને માટે હું પ્રયત્ન કરીશ,” તેમણે કહ્યું ( જતા નિવર્તને તમ પરમ મમ).
( ૮૧. ખંધી મુત્સદ્દીગીરી ?
દુર્યોધન અને એના સાથીઓ, પાંડવોને નિસબત છે ત્યાં સુધી આજકાલના વિરોધ પક્ષો જેવા છે. સત્તારૂઢ પક્ષને ગમે તે બહાને સતાવ-એ એક જ તેમની નીતિ. દુર્યોધન અને તેના સાથીઓનું પણ આ જ એક જીવન-ધ્યેય છે. કોઈને કોઈ નિમિરો પાંડવોને ત્રાસ આપો અને એને માટે ગમે તેનો સાધનરૂપે, હથિયારરૂપે, ઉપયોગ કરે.
એકવાર એમણે દુર્વાસાને પણ આવી જ રીતે વનમાં વસતા પાંડવોને ત્રાસ આપવા માટે ઉપયોગ કરેલ. દુર્વાસા દુર્યોધનને ત્યાં ડાક દિવસ સુધી અતિથિ તરીકે રહ્યા હતા. દુર્યોધન તો જબરો ખેલાડી હતો. પોતાની દાંભિક સેવા વડે આ ભોળા મુનિને તેણે એવા તે ખુશ કરી દીધા કે મુનિએ એને વરદાન માગવાનું કહ્યું. દુર્યોધને તેના સાથીઓ કર્ણ, શકુનિ અને દુઃશાસન સાથે મંત્રણા કરીને એવું વરદાન માગ્યું કે મહારાજ, જેવી રીતે તમે અમારા અતિથિ બન્યા, તેવી જ રીતે તમે અમારા ભાઈએ, પાંડવે, જેઓ અત્યારે કામ્યક વનમાં વસે છે તેમને અતિથિ બને ! અમારાં બંને કુટુંબ એક મગની બે ફાડ જેવાં છે. તમારે અનુગ્રહ જેમ અમારા પર થયા, તેમ તેમના પર પણ થાય તો અમારાં ભાગ્ય ઉધડી જાય !
લુચ્ચાઓની અંદરની મુરાદ એ હતી કે દુર્વાસા જેવા રિસાળ અતિથિની ખાતરબરદાસ્ત વનવાસી પાંડોથી સંતોષકારક રીતે નહિ જ થઈ શકે. કયાંક ને કયાંક જરા ઉણપ આવશે. પરિણામે દુર્વાસા નારાજ થઈને પાંડને શાપ આપશે અને આપણે ..... ટાઢે પાણીએ ખસ જશે! આવી બંધી મુત્સદ્દીગીરીને સમજવા જેટલી સૂક્ષ્મતા સરલ હદયના દુર્વાસામાં કયાંથી હોય! એટલે એ તો હસ્તિનાપુરમાંથી રવાના થઈને સીધા પહોંચ્યા ...... કામ્યક વનમાં ! .......
અને તે પણ એકલા નહિ, અનેક સાથીઓને સાથે લઈને!
હવે દુર્વાસા પાંડવોના નિવાસસ્થાને પહોંચ્યા એ વખતે દ્રોપદીએ પણ ભજન કરી લીધું હતું એટલે સર્ષે આપેલ અક્ષયપાત્ર હવે બીજા દિવસની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com