________________
૨૪૮
એટલી બધી છે કે એને અંગે ઇશ્વર અને શેતાન વચ્ચે વાદવિવાદ થાય છે. શેતાનની દલીલ એ છે કે ઈશ્વરે અયુબને ખેબા ભરી ભરીને સંપત્તિ આપી છે, માટે જ અયુબને ઈશ્વર પર આસ્થા છે. ખરી ખબર તે એની સંપત્તિ હરી લેવામાં આવે ત્યારે જ પડે ! પછી શેતાન અયુબની બધી જ સંપત્તિ હરી લે છે, છતાં અયુબની ઈશ્વરી ન્યાય અંગેની શ્રદ્ધા ઘટતી નથી, વધે છે !
અહીં મુગલ મુનિ મહિનામાં ફક્ત બે વખત જમવાનું વ્રત લઈને બેઠા છે. એકવાર અમાસ ને બીજીવાર પુનમને દિવસે. સાથે સાથે અપરિગ્રહનું પણ વ્રત છે. પિતાને જમવા ટાણે અતિથિ આવે તો એને જમાડીને જ પછી જમે. કોઈ વાર એકથી વધુ અતિથિ આવે તો પણ એના અન્ન પર ઈશ્વરની કૃપા એટલી બધી કે સૌ યે ધરાય અને એને પોતાને પણ વાંધો ન આવે.
દુર્વાસાએ નક્કી કર્યું કે મુગલને પીછો પકડવો. એક અમાસને દિવસે એ આવ્યા. અને મુદ્દગલની રસોઈ અ-શેષ સાફ કરી ગયા. પછી પાછા પુનમને દિવસે આવ્યા અને એવા જ હાલ કરી ગયા. આમ પૂરા ત્રણ મહિના દુર્વાસાએ મુગલને અનાજ વગર રાખ્યા. પણ મુગલના મુખપરની રેખા સુદ્ધાં ન બદલાઈ. એટલે પછી દુર્વાસાએ એમને પ્રમાણપત્ર આપ્યું કે તારા જે કાઈ દાતા નથી ! પણ પછી તે દુર્વાસાએ પણ જોયું કે મુગલને તેમના પ્રમાણપત્રની યે પડી નહોતી ! મુગલ તો દુર્વાસાએ ધાર્યું હતું એના કરતાં પણ મહાન હતો, અને તે દુર્વાસાએ નજરે નજર જોયું.
કથા કહે છે કે દુર્વાસા મુદ્દગલની પ્રશંસા કરી રહ્યા હતા તે જ વખતે બરાબર દૂત વિમાન લઈને આવ્યો. ઋષિના પુણ્યને બળે તેમને સદેહે સ્વર્ગમાં જવાનો અધિકાર મળ્યો હતે.
“પણ પહેલાં મને એ કહો કે સ્વર્ગમાં શું સુખ છે!” મુદ્દગલે દેવદૂતને પૂછ્યું.
દેવદૂતે વર્ણન કર્યું. એટલે મુગલ સમજી ગયો કે સ્વર્ગ પૃથ્વી પરના કોઈ ભોગવિલાસ માટેના સ્થળથી લેશ પણ વધારે નથી; એટલું જ નહિ, પણ તે અનન્ત અને નિરવધિ પણ નથી. નક્કી કરેલ અવધિ પુરી થતાં મનુષ્યને પાછું પૃથ્વી પર અવતરવું પડે છે, અને જન્મમરણની જંજાળ વળી પાછી શરૂ થાય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com