________________
૨૩૬
ત્રણેય મૂંગા રહ્યા. થોડીક ક્ષણે એમ ને એમ નીકળી ગઈ. “બોલ !” શકુનિએ આખરે કર્ણને પ્રોત્સાહન આપ્યું.
“આપણે અહીંથી “શેષયાત્રા” ને બહાને બહાર નીકળીએ. લશ્કરની ટુકડીઓ સૌ પાછળથી છુટ્ટી છુટ્ટી આવે. સૌ કામ્યક વનને પ્રવેશદ્વાર પાસે ભેગા થઈએ. “શેષયાત્રાનું નામ લઇશું તો ડેસે પણ ના નહિ પાડે!”
મનમાં સમજતો હશે તો પણ!” શકુનિએ પૂર્તિ કરી. અને પાંડવોને ખતમ કરવાને એક વધુ દાવ આ ચંડાળ ચોકડીને હાથે શરૂ થયો.
૭૩. શિકાર હો કર કે ચલે !
પણ જાસૂસગીરી એ કંઈ કઈ એક પક્ષને ઇજા નથી. એકવાર વહેમનું વાદળ સરજાયું એટલે એ બધે ય વરસવા માંડે છે. વનમાં પણ પિતાને સુખે બેસવા દેવાની દુર્યોધનની મરજી નથી એની પાંડવોને પ્રતીતિ થઈ ગઈ છે અને દુર્યોધનની હિલચાલ ઉપર તેઓ પણ ચાંપતી નજર રાખે છે.
શેષયાત્રાનું બહાનું કાઢીને દુર્યોધન, શકુનિ કર્યું અને દુઃશાસન ચારે ય હસ્તિનાપુરમાંથી બહાર નીકળ્યા છે એટલા સમાચાર સાંભળતાં વેંત બાકીનું બધું ય પાંડવોએ ક૯પી લીધું. કથા તો એમ કહે છે કે પાંડે ઉપર દુર્યોધન તરફથી આફત ઊતરવાની છે એ જાણતાં વેંત દેવાધિદેવ ઈને પિતાના ગધર્વ મિત્રને સેના સાથે કામ્યક વનની રક્ષા અર્થે મોકલ્યો.
ગમે તેમ પણ પાંડવો પૂરેપૂરા સજાગ હતા, અને પોતે કરેલ દગો દુર્યોધન અને કર્ણ વગેરેને પિતાને જ ભારે પડી ગયો અને....
શિકાર કરને કે આયે થે
શિકાર છે. કર કે ચલે જેવો ઘાટ થાય છે.
ગન્ધર્વોની સાથે દુર્યોધનના સૈનિકે અથડામણમાં આવે છે. લડાઈ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com