________________
ग्रसीद माऽत्यजआत्मानं तुष्टश्च सुकृतं स्मर । प्रयच्छ राज्यं पार्थानाम् यशो धर्ममवाप्नुहि ॥ क्रियामेतां समाज्ञाय कृतज्ञस्त्वं भविष्यति । सौमित्रं पांडवैः कृत्वा समवस्थाप्य चैव तान् ॥ पित्र्यं राज्यं प्रयच्छैतान् ततः सुखमवाप्स्यसि ।
૨૩૯
( શેક કરીને હવે પાંડવાએ તારા પ્રત્યે જે રૂડું વન (શોમન ) કર્યુ” છે તેને ધૂળધાણી ન કરી નાખ. જ્યાં તારે હ કરવા જોઇએ, અને પાંડવાના સત્કાર કરવા જોઇએ, ત્યાં તું શાક કરવા ખેડા છે. આ ઊલટું છે. મહેરબાની કરીને આપઘાતની વાતને મૂકી દે. સ ંતુષ્ટ થને પાંડવાએ કરેલ સુશ્રૃતને સંભાર. તેમનું રાજ્ય તેમને પાછુ આપીને ધર્મ અને યશ બંનેના અધિકારી બન. આટલું કરીશ તે તું કૃતન કહેવાઈશ; પાંડવેાની સાથે સારી રીતે ભાઈચારા કેળવી એમને પાછા મેલાવી એમનું વારસાગત રાજ્ય એમને પાછું આપી દે અને સુખી થા )
મામાના આ સંભાષણથી દુર્યોધન ઊલટાને! વધુ ઉશ્કેરાય છે; અને એ સમજી પણ શકાય છે. દુર્યોધનના સમગ્ર વ્યકિતત્વની સાથે મામાએ સૂચવેલું વન (ગમે તેટલું ઉદાત્ત હેાવા છતાં) બંધ મેસતું નથી. શનિ અને ક છેવટે દુર્યોધનને એક મીડી ધમકી પણ આપે છે કે તું આપધાત કરીશ તે અમે પણુ આપઘાત કરશું', પણ દુર્યોધન એકના બે થતા નથી; અને આપઘાત માટેની તૈયારી કરવા માંડે છે. ત્યારે એક ચમત્કારિક ઘટના બને છે. કર્યું અને શકુનિ અને અન્ય મિત્ર! અને સાથીએની સામે દર્ભોના આસન પર પ્રાણને ત્યાગ કરવા ખેડેલ દુર્ગંધન એકાએક અદૃશ્ય થઈ જાય છે.
૭૫. પ્રેરણાનું અમૃત ? કે ઉશ્કેરણીનુ' ઝેર ?
મનની, માનવમનની, આંતર અસંપ્રજ્ઞાત મનની એક નિગૂઢ પ્રક્રિયાને વ્યાસજીએ એક રેશમાંચકારી ચિત્રરૂપે આલેખી છે.
પણ માનસશાસ્ત્રના કૈાયડા ઉકેલતાં પહેલાં આપણે વ્યાસજીએ રજૂ કરેલી ઘટના જોઇએ. દુર્યોધન સૌ સાથીઓની વચ્ચેથી કેમ, કેવી રીતે, અદશ્ય થઇ ગયા ?
વ્યાસજી લખે છે કે દુર્યોધન હવે નિઃસંશય આપઘાત કરવાને જ છે એવું જ્યારે સૌને લાગવા માંડયુ. ત્યારે પાતાલમાં પડેલા દૈત્યાને ચિંતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com