________________
૨૪૦
થવા લાગી. દુર્યોધન મરી જશે તો પછી અમારું કામ કોણ કરશે ? એ દૈત્યોએ અથર્વવેદની વિધિ પ્રમાણે યજ્ઞયાગ કરીને તેમાંથી એક કૃત્યા એટલે કે રાક્ષસી ઉત્પન્ન કરી. એ કૃત્યારે તેમણે આદેશ આપ્યો: પૃથ્વી પર જઈને આપઘાત કરવા તૈયાર થયેલા દુર્યોધનને અહીં લઈ આવ !”
અને પળમાત્રમાં દુર્યોધન પાતાળવાસી આ દૈત્યોની પાસે હાજર થઈ ગયો.
વિશ્વ એ સત અને અસનાં દળો વચ્ચેના અનંત સંગ્રામની સમરભૂમિ છે. પાંડ એ પૃથ્વી પર સના પ્રતિનિધિઓ છે, જયારે દુર્યોધન અને એના સાથીઓ અસતના પ્રતિનિધિઓ છે. દુર્યોધન જ્યારે નબળો પડે છે, ત્યારે અસતની સમગ્ર સેના તેને ફરી ટટ્ટાર બનાવવાની કોશિશ કરે છે એ આ ઘટનાને સ્થૂલ અર્થ.
પણ એને સૂક્ષ્મ અર્થ બહુ જ સુંદર છે. મરવા બેઠેલ માણસને છેક છેલ્લી ઘડીએ એમ થાય છે કે હું નાહકને મારા જીવનનો અંત આણું છું. જીવતો નર ભદ્રા પામશે ! એક બે વખત મારા પાસા અવળા પડયા તેથી શું થયું? આખર છત તો મારી જ છે! થોડાક માણસો મારા રાત્રુઓની સાથે છે, તો એથી અનેક ગણું સમર્થ માણસો મારા પક્ષમાં કયાં નથી ?
દે–દુર્યોધનના પિતાના જ હૃદયમાં વસતાં અસુર-ગ્રસ્ત અંધકારનાં દળો એને ખાતરી આપે છે કે, “ જરા પણ ભય ન રાખ! ભીષ્મ દ્રોણ વગેરે પણ અમારાં જ રમકડાં છે. યુદ્ધમાં તેઓ તારી પડખે જ રહેશે અને બધીયે જાતની દયામાયાને મેલીને પાંડવોને કચ્ચરઘાણ કાઢશે. આપઘાત કર મા, રે બેવફફ; જગતનું સિંહાસન તારું જ છે !”
પ્રેરણાનું આટલું અમૃત (કે ઝેર) પાઈને દાનવોએ દુર્યોધનને પેલી કૃત્યા મારફત પાછો ધરતી પર પુગાડી દીધો. આ ઘટના એટલા થોડા વખતમાં બની ગઈ કે દુર્યોધનને એમ લાગ્યું કે એને સ્વપ્ન આવ્યું અને કર્ણ શકુનિ આદિને તે ખબર જ ન પડી કે થોડીક પળોને માટે દુર્યોધન તેમની વચ્ચેથી કાપડીને અદશ્ય થઈ ગયો હતો !
ને કાઠા-ડાહ્યા દુર્યોધને પણ આ વાત તેમને ન કરી. આપઘાતને પિતાને નિશ્ચય પતે છેડી દીધું છે એમ પણ તેમને ન કહ્યું, કારણ કે
તેને ખાતરી જ હતી કે, એ લેકે ફરી પાછા તેને આપઘાતની વાત મૂકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com