________________
૨૪ર.
ભીષ્મને માત્ર દુર્યોધનની પેલી પાતાલ-મુલાકાતની ખબર નહોતી. દાન અને તેમની કૃત્યાની કામગીરીને અંગે તે વૃદ્ધ પુરુષ સાવ અંધારામાં હતા.
એટલે તેમને લાગ્યું કે દુર્યોધનને શિખામણના બે શબ્દો કહી તેણે લીધેલા પાપમાર્ગથી પાછો વાળવાને એક વધુ પ્રયત્ન કરવાને આ સમય છે. દુર્યોધન અને તેના મિત્રોને તેમણે પોતાની પાસે લાવ્યા. દુર્યોધનને મીઠે ઠપકે આપતાં તેમણે કહ્યું :
“તું અહીંથી ગયો તે મને જરા પણ ગમ્યું નહોતું, બેટા! પણ ગયો તે એક રીતે સારું જ થયું; કારણ કે હવે તેને અને આ કર્ણ અને આ શકુનિને અને સૌને ખાતરી થઈ ગઈ કે પાંડ કેટલા શકિતશાળી છે! આ કર્ણને તે ગંધર્વોની સામેના યુદ્ધમાં સેંકડો સૈનિકાની નજર સામે રણમાંથી ડરીને નાસી જતો દીઠે ! મારી તો ખાતરી છે બેટા, કે શું ધનુર્વેદમાં કે શું શૌર્યમાં કે શું ધર્માનુસરણમાં, કર્ણ પાંડેના પગ પાસે બેસવાને પણ લાયક નથી.
માટે હું હજુયે તને કહું છું બેટા, કે હજુયે મોડું નથી થયું; હજુયે પાંડવોની સાથે સંધિ કરીને સુખી થા; અને આ પ્રતાપી કુરુવંશને ઉત્કર્ષ
કર.”
પણ નિષ્ક્રિય ઘરડાઓના પ્રવચનની પિતાને ડાહ્યા અને સર્વશક્તિમાન માનનાર ઉછાંછળા જુવાન પર શી અસર થાય!
વ્યાસજી લખે છે કે ભીષ્મનું આ સંભાષણ પૂરું થતાં વેંત–
જનેશ્વર ધૃતરાષ્ટ્ર-પુત્ર ( ચસાસા) એકાએક અટ્ટહાસ્ય કરતો કરતો ચાલ્યો ગયો. અને ભીષ્મ ?
लज्जया पीडितो राजन्
जगाम स्वं निवेशनम् ॥ “લજજા વડે ઝાંખા બનીને પોતાના નિવાસ-સ્થાનમાં ચાલ્યા ગયા!”
ઘણને પ્રશ્ન થશે કે શું આ તે જ ભષ્મ છે, જેમણે કાશીમાં એકઠા , મળેલ સમગ્ર ક્ષત્રિય-મંડળને એકલે હાથે હરાવ્યું હતું અને પરશુરામ જેવા પરશુરામને પણ તોબાહ પોકરાવી હતી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com