________________
૨૩૨
સામે દેડયા. આસપાસના વન–પ્રદેશમાં વસતા અનેક ઋષિમુનિઓ પણ તે વખતે ત્યાં ખાસ આ સ્વાગત માટે જ આવ્યા હતા.
રથમાંથી પહેલા શ્રીકૃષ્ણ ઊતર્યા.
ઉતરતાં વેંત યુધિષ્ઠિરને તેમણે વંદન કર્યું. ત્યાં તો દ્રૌપદીજી આગળ આવ્યાં; ને હળવેક રહીને તેમણે સત્યભામાને નીચે ઊતાર્યા. દરમિયાન શ્રીકૃષ્ણ ભીમને ભેટી, સહદેવ-નકુલની વંદના સ્વીકારી અર્જુનને આલિંગન દઈ રહ્યા હતા.
મૈત્રીની મહોર જેવું આલિંગન છૂટતું ન હતું. જેનારાઓની આંખે પણ ભીની થતી હતી.
પછી ત્યાં આગળ એકઠા થયેલ ઋષિઓ તેમજ ઋષિ-પત્નીઓને શ્રીકૃષ્ણ તથા સત્યભામાએ ધૌમ્ય મુનિની આગેવાની નીચે સતકાર્યા.
અભિમન્યુ અને સુભદ્રા મઝામાં તો છે ને?” અર્જુનના હૈયામાં રમત પ્રશ્ન દ્રૌપદીએ હોઠ ઉપર આણ્યો.
તમારા પાંચે ય પુત્રોની સાથે અભિમન્યુ શસ્ત્રાસ્ત્રવિદ્યામાં પ્રશંસાપાત્ર નિપુણતા પ્રાપ્ત કરી રહ્યો છે, દેવી.” સત્યભામાએ જવાબ દીધો.
સુભદ્રા એ યે કુમારોને ઉત્કર્ષ જોઈને રાજી થાય છે. તેણે તમને વંદન કહાવ્યાં છે.”
“શસ્ત્રાસ્ત્રવિદ્યા કોની પાસેથી શીખે છે એ સૌ ?”
દ્વારકામાં પ્રદ્યુમ્નની બરાબરી કરી શકે એ કે શિક્ષા-ગુરુ નથી, આ નવી પેઢી માટે, દેવી.” શ્રીકૃષ્ણ હસીને ઉત્તર આપ્યું.
મેરનાં ઇંડાને ચીતરવાં નથી પડતાં.” દ્રૌપદીએ કૃષ્ણને અંજલિ આપી. “પણ દેવી રુકિમણીને પણ સાથે લાવ્યા હતા તે ?”
અમારી તે ઘણી ઈચ્છા હતી, પણ....
એમને લાવીએ તે દ્વારકા આખીને લાવવી પડે એમ હતું. ” સત્યભામાનું વાકય પુરૂં કરતાં શ્રીકૃષ્ણે કહ્યું. “ પ્રદ્યુમ્ન આદિ એમને છોડવા તૈયાર નહિ, અને અનિરુદ્ધ પ્રદ્યુમ્નને છોડવા તૈયાર નહિ.”
“ એમ જ કહેને દેવ, કે આપની ગેરહાજરીમાં દ્વારકાનું ધ્યાન રાખનાર કોઈ આત્મીય જન જોઈએ-બલરામ ઉપરાંત !” યુધિષ્ઠિરે એક વધુ સાચા કારણ પર હાથ મૂકો. “મોટાભાઈ અમને યાદ કરે છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com