________________
२२८
ત્રણ જ વરસ બાકી હતાં, જેમાંથી એક છેલ્લું વરસ તેમને અજ્ઞાતવાસમાં પસાર કરવાનું હતું.
એટલે હવે તેમને હિમાલય છોડીને નીચાણના પ્રદેશો તરફ જવાનું મન થયું. જે રસ્તે આવ્યા હતા, તે જ રસ્તે, અલબત્ત, તેમને પાછા જવાનું હતું; એટલે આર્દિષેણ મુનિના આશ્રમમાંથી તેઓ વૃષપર્વાને આશ્રમમાં આવ્યા. અહીંથી તેઓ નરનારાયણના આશ્રમે થઈને હિમાલય ઉતરવાના હતા. આ વખતે આ અજગરવાળો બનાવ બન્યો.
ભીમસેન શિકાર કરવા નીકળ્યો હતો. અને શિકાર કરવા નીકળે ત્યારે પ્રકૃતિથી જ ઉગ્ર એ એ વધુ ઉગ્ર બની જતો, શિકાર જો તેને યથેચ્છ મળી રહે તો તેને તૃપ્તિને મદ ચરતે; અને જો શિકાર તેના હાથમાં ન આવે તો તે રોષથી મત્ત બનતો. ટૂંકમાં શિકાર દરમ્યાન તે મોટે ભાગે ‘મત્ત’ની અવસ્થામાં જ રહ્યા કરતા.
આથી જ જાણે પ્રકૃતિએ એને એક અપૂર્વ, કદી પણ ન ભુલાય એ બેધપાઠ આયે.
શિકારની શોધમાં રેષવ્યગ્ર બનેલ એ એક ગુફા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં, એ જ ગુફાના દ્વારને આંતરીને બેઠેલ એકે જડા, કાબરચીતરા પટાવાળા પીળા અજગરે તેના ફરતે ભરડે લીધે.
ભીમની નજર દૂરના કઈ શિકાર પર હતી, ત્યાં નજીકમાંથી જ જાણે તેના કાળે તેને ઝડપે.
ભીમે બળ તે ઘણું યે કર્યું, એ ભરડામાંથી છૂટવા; પણ અજગર જે તેવો નહોતો. ભીમ જેમ જેમ વધુ જોર કરે, તેમ તેમ એ ભરડાને વધુ ભીંસદાર બનાવે.
આખરે ભીમને થયું કે આ કેઈ સામાન્ય પ્રાણુ નથી : કેક ચમત્કારિક સત્ત્વ છે.
મુઠ્ઠ ઋષિ જેવા દેખાતા અજગરના ચાર વિકરાળ દાઢવાળા માં ભણી વળીને એણે પૂછ્યું : “કેણુ છો તમે ?”
અને ભીમને એક મહાન આશ્ચર્યને અનુભવ થયો. મનુષ્યો બેલે એવી વાણીમાં ( કઈ ભાષા ઉચારતા હશે એ !) અજગરે જવાબ દીધો :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com