________________
૨૨૭
ઇન્દ્રના સ્થપતિએ ચાલ્યા આવ્યા. આ વાતને ઘણા વખત વીતી ગયેા હતેા, પણ દેવેન્દ્રના મનમાંથી એની ખટક ગઇ નહેાતી એ હુ... જોઈ શકયા તે એમની આટલી વાત પૂરી થતાં વેંત મેં સામે ચાલીને માગી લીધું એ નિવાતકવચાને એ નગરીમાંથી હાંકી કાઢવાનું કામ મને સેાંપે.
""
“ પછી શું થાય ? ’’ભીમે અર્જુનના વતી જાણે જવાબ આપ્યા, અર્જુન જે હાથમાં લે તે પુરૂં જ થાય.......... પણ આપ સૌને કદાચ લડાનું વર્ણન સાંભળવું હશે. ”
66
,,
“પછી ? '' શ્રોતાગણમાંથી કાઇકે કુતુહુલ ન રોકી શકાતાં પૂછ્યું.
‘ લડાઇના વર્ણનમાં તે ખાસ કંઇ નવી નવાઈનું નથી, મેાટાભાઈ, સિવાય મેં તમને શરૂઆતમાં જ કહ્યું, તે । સ્ત્રીઓ અને બાળા સુદ્ધાં જીંદગીના એપરવા ! મેાટાભાઇએ હમણાં જ કથ્રુ તેમ—એક જો સંગઠન અને વ્યવસ્થિતતા અને થાડેાક રચનાત્મક ઉદ્યમ એમનામાં હેત, તે મને પણ ભારે પડી જાત. આ તે આગ સળગાવીને લાખા, કાડા તીડા તેમાં બળી મરે, તેમ ખતમ થયા. પણ તે પહેલાં દેવા તરફથી મને સાંપડેલાં એકકે એક આયુધની પરીક્ષા થઇ ગઇ. ''
,,
“અને તારી પણ ” યુધિષ્ઠિરે ઉપસંહાર કરતા હોય એવી એ કહ્યું. મહારાજ ઇન્દ્રનું આટલું કામ કરીને તું આવ્યેા એ મને બહુ જ ગમ્યું, ધનંજય ”
re
“કામ તે! એણે આનાથી યે ઘણું વધારે કર્યું છે, યુધિષ્ઠિર, ” એકાએક કાઈ અજાણ્યા પણ ધનધેરા અવાજ ગુંજી ઉઠયા.
બધાએ જોયું—અવાજની દિશામાં, તે ખુદ દેવેન્દ્ર ઉભા હતા. ઘેાડે દૂર તેમને સારથિ, તેમના રથની પાસે ઊભા હતા.
શ્રોતૃમંડળ આપ્યુ... ચે ઊભું થઇ ગયુ. અર્જુન । કયારને ય ઊભે થઇને એમના ચરણ પાસે બેસી ગયા હતા.
“ નિવાતકવચાના પામાંથી મારી એ સમુદ્રનગરીને મુકત કરીને એ આવતા હતા, ત્યાં મામાં એવું જ એક ખીજું નગર એણે જોયુ –હિરણ્ય પુર નામનું. તેના પર પણ દેવાના ધ્વજ એ ફરફરાવતા આવ્યા. આ માતલિએ એ બધું ને મને વીગતે ન કહ્યું હાત, તા એનાં પરાક્રમેાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com