________________
૨
૫
૬૯. ગુરુદક્ષિણા (૨)
પાંચ વરસ પૂરાં થવા આવ્યાં અને વાયુ, વરુણ, યમ આદિ બધા જ દેવાએ પોત પોતાના વિશિષ્ટ શસ્ત્રાસ્ત્રોનું રહસ્ય મને સેપ્યું તે પછી એક વખત મહારાજ ઈન્દ્ર અને હું બને એકલા હતા ત્યારે અત્યંત સંકેચ સાથે મેં તેમને કહ્યું :
જન્મથી જ હું આપને ઋણી છું, મહારાજ, પણ આ પાંચ વર્ષમાં આપે જે અપાર ઋણ મારા ઉપર ચઢાવ્યું છે તે તો જન્માન્તરમાં પણ નહિ ફેલાય. છતાં આપ મને અહીંથી વિદાય આપે તે પહેલાં કંઈક સેવા સપિ એવી મારી પ્રાર્થના છે.”
“તે તો તે મને ન કહ્યું હેત, વત્સ, તો પણ એક સેવા તો હું તને સાંપવાને જ હતો.” અત્યંત વાત્સલ્યભાવે મારા ખભા પર હાથ મૂકીને એમણે કહ્યું. “નિવાતકવાનું નામ કદી સાંબળ્યું છે ખરું?”
મેં ડોકું હલાવીને ના પાડી. સાચે જ મારા માટે એ નામ નવું હતું.
“અમારા માટે પણ,” યુધિષ્ઠિરે સૌના વતી હોંકારો આપ્યા, “નામનું સ્વરૂપ જોતાં એ આ તરફનું નથી.”
“એવું જ છે, મોટાભાઈ, ” વાતને દોર હાથમાં લઈને અને આગળ ચલાવ્યું, “આપણે જે જે પ્રજાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓળખીએ છીએ તેનાથી તદ્દન જુદી જાતના આ લકે છે. મહારાજ ઈન્દ્ર મેરુ પર્વતથી દુર, પૂર્વમાં, સમુદ્રને કાંઠે એક સુંદર મહાનગરનું નિર્માણ કર્યું હતું.” - “આટલી સુંદર અમરાવતી તેમની પાસે છે, છતાં ?” ભીમસેને ટકોર કરી.
“પાસેનું સુન્દર કદી જ નથી હોતું, વૃકેદર,” દ્રૌપદીએ મોટું અત્યંત ઠાવકું રાખીને કહ્યું, "મેરુ પર્વત પર રહેતા હોય તેમને સમુદ્ર સુન્દર લાગે ને જમના-કિનારે રહેતા હોય તેમને દ્વારકા સુંદર લાગે.”
સૌ હસી પડયાં.
યુધિષ્ઠિર સુદ્ધાંના હોઠ પર સ્મિત ઝબૂકી ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com