________________
૨૨૪
પછી બીજે દિવસે તેણે યુધિષ્ઠિર તથા અન્ય ભાઈઓ તથા ધમ્ય અને લોમશ તેમજ ત્યાં આગળ એકઠા થઈ ગયેલા અન્ય ઋષિઓની જિજ્ઞાસાને અત્યંત ઉત્કટ બનેલી જોઈને છેલ્લાં પાંચેય વરસનાં પિતાના અનુભવની કહાણું વીગતવાર કહેવા માંડી.
તેનું હિમાલય- આરોહણ, બ્રાહ્મણના વેષમાં ઈન્દ્રની મુલાકાત, કિરાત સાથેનું તેનું યુદ્ધ, માતલિનું રથ સાથે આગમન, સ્વર્ગમાં પિતા ઈન્દ્ર કરેલું તેનું ભાવભર્યું સ્વાગત, દિવ્ય શસ્ત્રાસ્ત્રની સાધના...અને પ્રાપ્તિ. જાહેર સભામાં જે જેવી રીતે કહેવું ઘટે તે તેવી રીતે કહીને તેણે વાત પૂરી કરી.
અતે ગુરુદક્ષિણામાં કંઈ આપ્યું કે નહિ ?” અને આત્મકથા પુરી કરી કે તરત જ દ્રૌપદીએ મશ્કરી કરી.
“આપ્યું, દેવરાજે માગ્યું તે” અને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. “એટલે?” પાંચાલીએ ખુલાસો પૂછ્યું “શું દેવરાજને કંઈકમીનાહતી ?
જેમ માણસ મેટે, તેમ એને વધુ કમીના!” ભીમસેને તત્ત્વજ્ઞાન ઠાલવ્યું.
“દેવને માણસો સાથે ન સરખાવાય, ભીમ ! ” યુધિષ્ઠિરે હસતાં હસતાં ભીમને દેવો અને માણસે વચ્ચે ફરક સમજાવ્યા.
“ કારણ કે સરખામણું કરીએ છીએ ત્યારે દે માણસેથી ઓછા ઊતરે છે, એટલા માટે ને, મોટાભાઈ!” ભીમે પિતાના પક્ષનું સમર્થન કર્યું.
તમને એક કુબેરને અનુભવ છે એટલા ઉપરથી...”
“ફક્ત એટલા જ ઉપરથી હું કંઈ અનુમાને નથી કરતો, દેવી” પાંચાલીને વચ્ચેથી જ રોકીને ભીમસેને પોતાની દલીલ ચાલુ રાખી, “ ખાંડવ વનમાં આપણું આ અર્જુનને દુનિયાના બધા ય દેવોને એકસામટો અનુભવ થઈ ગયે છે!”
અને છતાં” પોતાની આડકતરી પ્રશંસાની વાત ઉડાવી દઈને અર્જુને હસતાં હસતાં કહ્યું “એ જ દેવોના રાજવી ઈન્દ્ર પાસે શસ્ત્રોની વિદ્યા, શીખવા માટે તમે સૌએ મને મેક હતો એ ન ભૂલશો !”
ભલે, નહિ ભૂલીએ, ભાઈ,” અત્યંત લાડભર્યા અવાજે ભીમસેને કહ્યું, “પણ હવે પેલી ગુરુદક્ષિણની વાત કરો.”
અને અર્જુને વાત શરુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com