________________
૨૨૬
“પછી ?” બધા હજુ હસવામાં હતાં એટલામાં મુનિવર વાતને તાગડો પાછે અર્જુનના હાથમાં આવ્યો.
આ નગરનું નિર્માણ કરવામાં દેવરાજની અંદરની ઈચછા શી હશે, દેવરાજ જાણે,” અને આગળ ચલાવ્યું, “કારણ કે એ ઈચ્છાને અમલમાં મૂકવાને વખત જ ન આવ્યો. નગર જેવું તૈયાર થયું તેવા જ આ નિવાતકવચ નામના લેકેએ તેના પર હલ્લો કર્યો.”
પરિણામ કલ્પી શકું છું” ભીમસેને મજાક કરી, “કરી કમાણને આક્રમણખોરના હાથમાં મૂકીને મહારાજ ઇન્દ્ર પાછા અમરાપુરીમાં આવી ગયા. ”
“મહારાજ ઇન્દ્ર તો નગરીમાં હજુ પગ પણ નહોતો મૂક્યો. મોટાભાઈ” અને ભીમને સુધાર્યો. “સમુદ્ર કાંઠે આવું સુંદરનગર રચતી વખતે-રચાવતી વખતે એમને તો કલ્પના પણ નહોતી કે નજીકમાં જ આ નિવાતકો રહે છેઃ સંખ્યામાં સુમાર વગરના, પ્રકૃતિએ કર અને ઝનૂની અને આળસુ અને વિલાસપ્રેમી ! ન ઇમારત ઊભી કરી જાણે, ન ખેતી ખેડી જાણે; ફક્ત મારી જાણે, અને જરૂર પડે તે મરી જાણે!”
આ છેલ્લું કે ઓછું ન કહેવાય” ભીમે નિવાતકવચની કદર કરી. “હા, પણ એ છેલાંની સાથે પહેલું ન હોય તો બધું જ નકામું !” યુધિષ્ઠિરે સંપૂર્ણ જીવનનું રહસ્ય સમજાવતા હોય એવું સૂત્ર ઉચ્ચાયું.
પણુ બધું જ એક ઠેકાણે હોય તે દુનિયા, દુનિયા જ ન રહે, યુધિષ્ઠિર,” લેમશ મુનિએ ચર્ચાની પૂર્ણાહુતિ કરતા હોય એવી રીતે કહ્યું “હુ ... પછી?”
આ લાકે, આ નિવાતકવચ તો જાણે વાટ જોઈને જ બેઠા' તા, કે” “ક્યારે ઉંદરો ખેદી રહે, અને જ્યારે ભોરિંગ ભોગવે, એમ જ ને?” યુધિષ્ઠિરની સામે જોઇને લેમણે અર્જુનનું વાકય પુરૂં કર્યું.
એમ જ. વાસ્તુકર્મ કરી શકાય એવી સ્થિતિમાં નગરી આવી કે આ નિવાતકવચોનાં ધાડાં ને ધાડાં, તૈયાર પાક ઉપર તીડનાં ટોળાં ઉતરે એમ ચોમેરથી ઉતરી પડયાં, અને જેને એક બીજી અમરાવતી લેખે બાંધી હતી એવી એ મહાનગરીને એ દરિયાઈ જંગલીઓને હવાલે કરીને મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com