________________
૨૨૩
મારે પણ અહીં તમારું રક્ષણ કરવું જોઇએ.....કુરુએની કીર્તિ વધારનાર અર્જુન દેવા, પિતૃઓ તથા ગધોં વડે સન્માન પામ્યા છે, અને અત્યારે ઈન્દ્રભવનમાં શસ્ત્રવિદ્યાની સાધના કરી રહ્યો છે. મહારાજ શન્તનુ પેાતાના એ પ્ર–પૌત્રને જોઇને સ્વર્ગમાં ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને તમારા સૌના કુશળ સમાચાર મારી મારફત પુછાવે છે એમ માને.
,,
૬૮. ગુરુદક્ષિણા (૧)
આખરે અર્જુન આવ્યેા.
જે રીતે એ સ્વર્ગમાં ગયા હતા તે જ રીતે એ આવ્યા. એને લઇ જવા માટે ઇન્દ્રનેા સારથિ માલિક આવ્યા. એને મૂકી જવા માટે પણ એજ માતલિ આવ્યેા.
ઇન્દ્રના એ જ રથમાં એને મેસાડીને માતલિ એને ગધમાદન પર્વત પર, જ્યાં એના ચાર ભાઇએ અને એની પ્રિય પત્ની પાંચાલી એની વાટ જોતી બેઠાં હતાં, ત્યાં પહેાંચાડી ગયા.
અર્જુનને માથે મુગટ હતા. ડાકમાં માળાએ, હાથમાં થાડાંક વસાભૂષણા હતાં.
સૌથી પહેલાં એણે ધૌમ્યને વંદન કર્યું.
પછી યુધિષ્ઠિરને અને ભીમને.
સહદેવ તથા નકુલને તે પછી એ બાથ ભરીને ભેટયા.
છેલ્લે એ પાંચાલી પાસે ગયેા. પેલાં વસ્ત્રાભૂષણા તેને આપ્યાં દેવરાજ ઇન્દ્રની એ ભેટ હતી.
હવે સૌ તેના સમાચાર જાણવા ઉત્સુક હતા. સૌના સમાચાર જાણવા તે પણ એટલેા જ ઉત્સુક હતા. એકમેકથી દૂર વીતેલાં પાંચ વરસેા એકમેકને પ્રત્યક્ષ કરાવવાં હતાં. પણ હૃદય કંઇ જડ પેટી-પટારા જેવું થેાડુ છે, જે ધારા ત્યારે ઉઘાડી શકાય, અને ધારે। ત્યારે બંધ કરી શકાય !
યે જણુ આ વાત બરાબર સમજતાં હતાં. વાણીની અને મૌનની બન્નેની લીલાઓથી છ યે છ પૂરાં વાકેફ હતાં. પહેલી રાત તેણે નકુલ અને સહદેવ સાથે વાતા કરવામાં અને આરામ લેવામાં કાઢી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com